Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Monday, 31 December 2018

Life Quotes and Status in gujarati




     નમસ્કાર મિત્રો .સ્વાગત છે આપ સૌનું Gujarati Status માં. આજે આપના માટે અમે લઈને આવ્યા છીએ Life Status નો ખજાનો.



  • તું મન મુકીને વરસી તો જો, માટીનો છું મહેંકી ઉઠીશ !!
  • કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબુકો, જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો !!
  • વ્યક્તિને સમજવા માટે દર વખતે ભાષાની જરૂર હોતી નથી, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે સાહેબ !!



  • વાતોમાં જ દુનિયાદારી સારી લાગે છે, જયારે પોતાના પર આવે ત્યારે માણસ સ્વાર્થી બની જતો હોય છે !!
  • આજે દિલ ખોલીને હસીલો કાલે રડી લેજો, આવતીકાલે ઉપરનું વાક્ય ફરીથી વાંચજો !!
  • કમાવી હોય તો લાયકાત કમાજો સાહેબ લાયકાત વગર કદાચ, ઔડી લઈને ફરશોને તો પણ દુનિયા ડ્રાયવર જ સમજશે !!
  • માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર હોય છે !!
  • યાદ રાખજો સાહેબ જ્યાં સુધી આ દુનિયા, તમારા સપના પર હસે નઈ ને ત્યાં સુધી તમારા સપના નાના જ રહેશે !!
  • કોઈને પરાજીત કરવું કદાચ સરળ હોઈ શકે, પરંતુ સાહેબ, કોઈને જીતી લેવું ખુબ અઘરું છે !!
  • માં ની દુઆ સાથે હોય, તો સમય તો શું, નસીબ પણ બદલાઈ જાય છે !!
  • મોઢા પર કહેનાર કોઈ મળે તો નસીબદાર છો તમે, બાકી પીઠ પાછળ બોલનારાની તો લાઈનો લાગી છે !!
  • મેં એવા ગરીબ લોકો જોયા છે સાહેબ, જેમની પાસે રૂપિયા સિવાય બીજું કાંઈ નથી હોતું !!
  • આ દુનિયામાં એવો એક પણ ચેહરો નથી, જે સ્માઈલ કર્યા પછી સુંદર ના દેખાય !!
  • સુખ દુઃખ નિભાવતા તો માત્ર ફૂલો ને આવડે છે, લગ્ન હોય કે મૃત્યુ એ સાથ જરૂર આપે છે !!
  • કેટલું સારું લાગે નય જયારે કોઈ કહે, તું શુંકામ ટેન્શન લે છે હું છું ને !!
  • વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે, બાકી તો બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે !!
  • બધું મળી જાય તો જીવવાની શું મજા, જીવવા માટે એક કમી પણ જરૂરી છે !!
  • બધાને બીજી તક મળવાનો હક છે, પણ એ જ ભૂલ પાછી કરવા માટે નહી !!
  • ભરોસો એ મનની આંખોપર પડેલો પટ્ટો છે, જયારે એ તૂટે છે ત્યારે જ ચોખ્ખું દેખાય છે !!
  • ફરિયાદ મને પણ છે જિંદગીથી, પણ જીવવું છે માટે જતું કરું છું !!



  • કોઈની સંગત થી તમારા વિચાર શુદ્ધ થવા લાગે, તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી !!
  • જેમ કાલનું દુધ આજે દહીં બંને છે, તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે !!
  • પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને, કોઈની વાહ વાહ ની જરૂર પડતી નથી !!
  • હું જે બોલું છું એનાં માટે જ હું જવાબદાર છું, તમે શું સમજો છો એના માટે નહીં !!
  • એમ કેહવાય છે કે કાળો રંગ અશુભ હોય છે, પણ સ્કુલમાં રહેલા બ્લેક બોર્ડે કેટલાયની જીંદગી બદલી છે !!
  • તલાશી લઈલો મારી, ખીસામાં જવાબદારીઓ સિવાય કંઈ મળે તો આ જિંદગી તમારી !!
  • વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું એ, વાણીની પ્રથમ વિશેષતા છે !!
  • જયારે હજારો ભૂલો પછી પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો, તો બીજાની એક ભૂલ માટે બીજા જોડે નફરત કેમ ??
  • જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત, કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં !!
  • લોકો તમારી સાથે નહીં, તમારી પરિસ્થિતિ સાથે હાથ મિલાવે છે !!
  • દુનિયાનું ખુબજ મુશ્કેલ કામ, આપણાં માંથી આપણાં શોધવા !!
  • Upset થઈ ને શું કરશો, છેલ્લે થવાનું તો એ જ છે, જે ઈશ્વરે Set કર્યું છે !!
  • હાડકા પાછા જોડાય જાય પણ, વિશ્વાસ તૂટ્યા પછી ક્યારેય જોડાતો નથી !!
  • ખબર નહીં કોણે આ કિસ્મત લખી છે, સવાર બપોર સાંજ મુસીબત લખી છે !!
  • જીવનમાં સાચા પ્રેમનું આગમન થવું એટલે જાણે, અલ્પવિરામમાં ચાલતી જિંદગીમાં પૂર્ણવિરામ થવું !!
  • સમય ઘણા બધાં દુઃખ આપે છે, એટલે જ ઘડિયાળમાં ફૂલ નહીં કાંટા હોય છે !!
  • ઈર્ષ્યાનો અગ્નિ એવો છે, જે માણસ ને પૂરે પૂરો ભસ્મ કરી નાખે છે !!
  • આજે કેવું ગજબ થયું ડાયરી લખવા બેઠો તો ખબર પડી કે, પાના તો પુરા થઈ ગયા જિંદગી ના !! આપણી સફળતાથી બળે છે લોકો, મેહનત કરવી નથી તો ઈર્ષ્યા કેમ કરે છે લોકો ??
  • આપતા શીખી જાઓ, જગત તમારું નામ લેતા શીખી જશે !!
  • પરિવાર અને પેટની ભૂખ માણસને ઝુકાવે છે, નહીતર સ્વાભિમાન તો સુદામાં નું પણ ક્યાં ઓછું હતું !!
  • નવરા બેસવું પણ, મનથી નબળા સાથે ના બેસવું !!
  • મંજિલ પામવી તો દૂરની વાત છે, વટમાં રહેશો તો રસ્તા પણ ભૂલી જશો !!
  • બહુ ઘમંડ નઈ સારો પોતાના રૂપનો, ખબર ને મોરને એના સુંદર પીછા જ ઊંચે ઉડવા નથી દેતા !!
  • જો તમને બધું ચાલે, તો તમે બધે ચાલો !!
  • હજાર લોકોને સમજાવવા કરતાં, પોતે સમજી જવામાં વધારે મજા છે !!


  • હવે ભૂતકાળને યાદ ન કરો અને, ભવિષ્ય બનાવવા લાગો !!
  • સંસારમાં બે જ સત્ય બોલે છે, અરીસો અને આત્મા !!
  • બધા લોકો પોતાની જિંદગીમાં હીરો જ હોય છે, બસ ઘણા લોકોની ફિલ્મ જ રીલીઝ નથી થતી !!
  • સાહેબ મૌત તો બસ નામથી જ બદનામ છે, બાકી તકલીફ તો જીંદગી પણ આપે જ છે !!
  • રાધા એ કર્યો પ્રેમ ને મીરા એ કરી પ્રીત, કાનો મળ્યો ઋકમણીને અને થઈ વિધાતાની જીત !!
  • ક્યાં કયો શબ્દ બોલવો એની જ રમત છે સાહેબ, બાકી કક્કો તો આખી દુનિયાનો સરખો જ છે !!
  • મનની વાત સીધેસીધી કહી દેવી જોઈએ, કારણ કે, કેહવાથી નિર્ણય આવશે ના કેહવાથી અંતર !!
  • અંધારું જ જ્યાં આપણું હોય, ત્યાં પારકા નું અજવાળું કામ ના આવે !!
  • વાત કરવા માટે સમય અને શબ્દો નહીં, પણ મન હોવું જરૂરી છે !!
  • છેતરીને ક્યાં જશો સાહેબ, નીચેવાળો છેતરાય જશે ઉપરવાળો નહીં !!
  • ગંદકી તો પૈસાવાળાએ ફેલાવી છે, ગરીબ તો સડકો પરથી થેલી પણ ઉઠાવી લે છે !!
  • પોતાની જ દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો, કારણ કે આ દુનિયાના લોકો ક્યારે તમને છોડીને જતા રહેશે એની ખબર નઈ રહે !!
  • માત્ર સૂર્યને જ દોષ શું કામ આપવાનો સાહેબ, એથી પણ વધુ ગરમી આપણા બધામાં ભરી છે !!

No comments:

Post a Comment