Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Wednesday, 20 November 2019

Gujarati Attitude Status collection




Gujarati Status
Attitude status Gujarati




એણે મારો ગુસ્સો જોયો,
પહેલી વાર અને છેલ્લી વાર !!

ના શોધ મને હજારોમાં,
અમે વેચતા નથી ક્યાંય બજારોમાં !!

આ તો દિલ નાસમજ હતું એટલે તને મોકો આપ્યો,
બાકી તો તારી હિંમત પણ નથી કે તું મને દગો દે !!

જે મજા પોતાની ઓળખ બનાવવામાં છે,
એ મજા બીજાનો પડછાયો બનવામાં ક્યાં છે !!

સુખમાં સાથે હોઉં કે ના હોઉં,
હું તારા દુઃખમાં જરૂર સાથે હોઈશ !!

દમ અવાજમાં નહીં,
શબ્દોમાં હોવો જોઈએ સાહેબ !!

નથી જોઈતું એ જે મારા નસીબમાં નથી,
ભીખ માંગીને જીવવું મારા લોહીમાં નથી !!

ચુપ રહેવાથી સિંહની જાત બદલાઈ ના જાય,
ને રાડો પાડવાથી કુતરા સિંહ ના થઇ જાય !!

મને તો બધા પસંદ કરે છે,
તો હવે હું કંઈ બધાની થોડી થઇ જાઉં !!

હું ક્યારેય પોતાના વિશે વિચારતી નથી,
લોકો જ બહુ છે મારા વિશે વિચારવા વાળા !!

ઔકાતમાં રહેજો હો વ્હાલા,
કેમ કે અમે 100 નંબરમાં બેસીને જઈશું
અને તમે 108 માં સુતા સુતા !!

મને ખુદ પર એટલો વિશ્વાસ તો જરૂર છે,
કે રડશે એ વ્યક્તિ ફરીથી મને પામવા માટે !!

સુરક્ષિત દુરી બનાવી રાખજો,
કેમ કે મગજ અત્યારે વાતાવરણથી પણ ગરમ છે !!

તમીઝ નામની વસ્તુ 
વચ્ચે આવી જાય છે સાહેબ,
બાકી એવા જવાબ આપતી કે
બીજીવાર સવાલ પેદા જ ના થતો !!

તારો ઘમંડ એક દિવસ તને જ હરાવશે,
હું શું છું એ તો તને સમય જ બતાવશે !!

મને સમજાવવા માટે,
તમારું સમજદાર હોવું જરૂરી છે !!

અમુક લોકો કારણ 
વગર જ સારા લાગે છે,
જેમ કે તમને લોકોને હું !!

મને બનાવીને ભગવાન પણ વિચારતા હશે,
કે આટલી કીમતી વસ્તુ મેં કઈ રીતે બનાવી લીધી !!

પહેલા બહુ જ ફરક પડતો,
હવે તો કોઈ અસર પણ નથી થતી !!


મારે તો સિંગલ જ રહેવું છે,
ખોટો લાગણીઓનો ત્રાસ માથે લઈને
ફરવાનું આપણને નહીં પોષાય !!

કોઈ શું કહેશે એ તેલ લેવા ગયું,
હું તો એ જ કરીશ જે મારા દિલને ગમશે !!

મને એટલો પણ ફાલતું ના સમજો,
કે તમે તમારા ફાલતું સમયમાં મારી સાથે વાત કરો !!

હું લોકોનો ભરોસો નહીં,
ઘમંડ તોડું છું સાહેબ !!

એકલો જરૂર ચાલુ છું,
પણ કોઈની પાછળ નહીં !!

પસંદ અમારી લાજવાબ જ હોય,
ઉદાહરણ તમારું જ લઇ લો ને !!

મને પણ એક્ટિંગનો એવોર્ડ મળવો જોઈએ,
આટલું બધું થવા છતાં પણ હસતા મોઢે રહું છું !!

બસ એટલું અમીર થવું છે મારે,
કે ઉપરવાળી લાઈન બોલવી ના પડે !!

હું માત્ર એવા લોકો માટે ફ્રી છું,
જે મારા માટે હંમેશા ફ્રી હોય છે !!

બહુ જ મતલબી છું હું,
વાત જયારે મારા માં બાપની આવે
ત્યારે હું બધું જ ભૂલી જાઉં છું !!

લાઈનો લાગશે એ ચહેરાની,
જેણે આજે આ ચહેરો જોઇને મોઢું ફેરવ્યું છે !!

તમે પ્રેમથી રહેશો તો પ્રેમી,
બાકી તો અમે પણ હરામી !!

આ જીવનમાં એટલું તો કરવું છે દોસ્ત,
કે જમીન પર રહીને જ ગગન અડવું છે !!

કહેવું તો ઘણું છે મારે,
પણ એમાં એવું છે ને કે એ
સાંભળવાની તારી ઔકાત નથી !!

અમે જે હોય તે સીધું મોઢા પર જ બોલીએ છીએ,
પાછળથી બોલીને કોઈનું દિલ નથી તોડતા !!

મારા બસની વાત નથી કોઈના નખરા સહન કરવાની,
રહેવું હોય તો પ્રેમથી રહો નહીં તો ઔકાતમાં રહો !!

કેટલીએ કોશિશ કરી હશે જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો એટલે હું હસીને જીવતો ગયો !!

મને કોઈએ પ્રેમમાં દગો નથી દીધો,
આ તો લોકો પર ભરોસો કરવાની આદત નથી !!

હું થોડી વધારે બદતમીઝ છું,
એટલે તું થોડો તમીઝમાં રહેજે !!

Entry હંમેશા સાવજ જેવી હોવી જોઈએ,
અવાજ ઓછો ને ખૌફ વધારે હોવો જોઈએ !!

હવે એ સંબંધો ઝાંખા કરી નાખ્યા,
જેને અમારી કોઈ કિંમત નહોતી !!

મારી ખામોશીને મારી કમજોરી ના સમજતા સાહેબ,
હું હાથ જોડવાનું અને તોડવાનું બંને જાણું છું !!

બદલાયા નથી અમે સાહેબ,
બસ જાણી ગયા છીએ દુનિયાને !!

કોઈ સાથ આપે કે ના આપે વ્હાલા,
અમે તો એકલા પણ બધાની બરાબર છીએ !!

વગર કારણે મારી નાખે એ આ મોહબ્બત છે,
પણ હું જીવતો છું એ મારું Talent છે !!

બહુ સમજાવ્યા તમને પણ તમે સમજ્યા નહીં,
હવે કોઈ ફરક નથી પડતો તમારા હોવા કે ના હોવાથી !!

ખુશ રહ્યા કરો મારા વગર,
જરૂરી નથી કે દરેક જગ્યાએ હું જ મળું !!

હા અમે ખરાબ માણસ છીએ સાહેબ,
જરૂર પડે તો ખરાબ સમયે યાદ કરજો !!

ખરાબ નથી હું દોસ્ત,
બસ તમને સારો નથી લાગતો !!

કોઈ વગર કંઈ અટકતું નથી,
એટલે કોઈએ ખોટા વહેમમાં ના રહેવું !!

ગમતું ભલે અમે ગમતાને દીધું,
પણ નમતું તો અમે કોઈના બાપને નથી દીધું !!

No comments:

Post a Comment