- જો કોઈ છોકરી મોડા #રીપ્લાઈ માટે #સોરી બોલે, તો સાચું કહું છું એ છોકરી સૌથી #બેસ્ટ છે !!
- જિંદગીનો રસ્તો સીધો અને સરળ હતો, બસ આ મનના વળાંકો જ બહુ નડી ગયા !!
- સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ, તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે !!
- દિલ હોય કે દરિયો સાહેબ, તરતા આવડે તો જ ઊંડા ઉતરવું !!
- જીવનમાં સુખી થવાનું સુત્ર, ના કોઈ અપેક્ષા અને ના કોઈ ઉપેક્ષા !!
- રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને, એ દરિયો જો તોફાને ચડે તો ઘણાને લઈને ડૂબે છે !!
- જવાબ ના મળવો એ પણ, એક જવાબ જ છે !!
- કોઈની લાગણી સાથે ક્યારેય રમત ના રમતા સાહેબ, રમત તો તમે જીતી જશો પણ એ વ્યક્તિને ખોઈ દેશો !!
- જેમ જેમ તમારું નામ થતું જાય તેમ તેમ શાંત રહેતા શીખો, કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ કરે છે નોટો નહીં !!
- કદર એ લોકોની કરવી જોઈએ, જેમને તમારા હોવાથી ફરક પડતો હોય !!
- માન હોય ત્યાં પગ મુકજો સાહેબ, અભિમાન તો અહીંયા દરેકને છે !!
- જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ, જે તમારી સાથે ના થવું જોઈએ એ બીજા સાથે ના કરો !!
- લોકો તો આવતા જતા રહેશે, પણ એને જકડી રાખો જેનું તમારા જીવનમાં મહત્વ છે !!
- કેટલા તણખલા ભેગા કરો ત્યારે માળો સર્જાય, કોઈ પંખીડાને પૂછી જુઓ તમને નહિ સમજાય !!
- પોતે ખરેખર જેટલા સારા હોય, એટલા દેખાવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે !!
- દરેક સિંગલ અસલમાં સિંગલ નથી હોતા, બધાય પાસે પોતપોતાની એક કહાની હોય છે !!
- તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે, પણ શું હતા એ જરૂર યાદ રાખજો !!
- તારી યાદોમાં જ જોને 2018 પૂરું થઇ ગયું, અને તારી ખ્વાહીશોમાં જ 2019 શરુ થઇ જશે !!
- ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક, સામેવાળાને વધારે બોલવાની તાકાત આપે છે !!
- મારી જિંદગીમાં બસ એક જ વસ્તુ Positive છે, અને એ છે મારું Blood Group !!
- દરેક વાર્તા ત્યાં સુધી જ રસપ્રદ છે, જ્યાં સુધી તમે કે હું એનું પાત્ર નથી !!
- તમે એકલા રહેવાથી એટલા દુખી નહિ થાવ, જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો !!
- જયારે પણ કોઈ માણસ બહુ દુખી હોયને સાહેબ, ત્યારે શબ્દો જીભથી નહીં પણ દિલથી નીકળતા હોય છે !!
- લોકો કહે છે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ, હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !!
- સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ, અને પ્રેમથી વિચારો તો સાવ સરળ અસ્તિત્વ !!
- ભૂલ દરેકથી થાય પણ એને સુધારવાની હોય, #ગીનીસ બુકમાં નોંધાવવાની ના હોય !!
- વ્યક્તિમાં બદલાવ બે કારણોસર આવે છે, કોઈ ખાસ એની જિંદગીમાં આવે અથવા કોઈ ખાસ એની જિંદગીમાંથી જતું રહે !!
- જીવનમાં જેમ જેમ તમે શીખતા જશો, તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો !!
- ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતા, સરળતા વધારે સ્પર્શી જાય છે !!
- હસવાની આદત સારી છે, પણ બીજા પર નહીં !!
- જીવ બચાવે છે જે દવા એ ડિસ્કાઉન્ટમાં જોઈએ છે, અને જીવ લે છે જે દારૂ એ કોઈપણ કિંમતમાં જોઈએ છે !!
- ખોવાઈ જવું પડે છે પારકાને પોતાના કરવામાં, બાકી ઓળખાણ તો બધાની બધે હોય છે !!
- ભારતને કેશલેસ નહીં, કાસ્ટલેસ થવાની જરૂર છે !!
- ગમતી છોકરી અને મનગમતી નોકરી, બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે !!
- મળેલી જીત પર આટલું અભિમાન ના કરો સાહેબ, માટીને પૂછી જુઓ આજકાલ સિકંદર ક્યાં છે !!
- કામ તો પડવા દો એમને, લોકો ગુલાબજાંબુ જેવા મીઠા થઇ જશે !!
- રૂપ ભલે રોજ મેલું થાય, પણ સ્વરૂપ ક્યારેય મેલું ના થવું જોઈએ !!
- કેમ છો કહેનારા તો હજારો મળશે દુનિયામાં, પણ કેમ ઉદાસ છો કહેનારા કોઈક અંગત જ મળશે !!
- જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે, હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!
- સ્ત્રીને હરાવી શકાતી નથી, એને તો બસ જીતવી પડે છે !!
- તરસ છે એટલે તો જિંદગી સરસ છે, બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા જ વરસ છે !!
- જીવન એવું જીવવું કે માણસો આડા દિવસે પણ બેસવા આવે, એવું ના જીવવું કે માણસ ખાલી બેસણામાં બેસવા આવે !!
- દરેક સાંજે એક બહાનું શોધું છું, એ જિંદગી હું તારું જ સરનામું શોધું છું !!
- અમુક લોકો એવા મદદગાર હોય છે, જેને ખબર હોય કે સામેવાળો કામમાં નથી આવવાનો તોય મદદ કરતા રહે છે !!
- પતંગ ક્યાં કદી કપાય છે, એ તો દોરીના લીધે બદનામ થાય છે !!
- જિંદગી ખુબ જ ટૂંકી છે લાગણીઓ છુપાવવા માટે, એટલે જ ગભરાશો નહિ કંઈ પણ કહેવા માટે !!
- એકઠા તો બધા થાય છે, બસ તકલીફ તો એક થવામાં છે !!
- એટલા પણ નબળા ના બનો જિંદગીમાં, કે કોઈ તમારા DP CHANGE કરાવી જાય !!
- સારું હોવું અને સારું દેખાવું, એ બંને અલગ વાત છે !!
- કોઈને તમારું દુઃખ ના બતાવશો, કેમ કે સમજવાવાળા તો આંખો જ વાંચી લે છે !!
- એક ભૂલ કરો અને પછી જુઓ, બધા લોકો પોતપોતાની ઓકાતથી તમને માપશે !!
- તમે જેની પાછળ પડ્યા છો, એ તમારાથી આગળ જ રહેવાના છે એ વાત ખ્યાલમાં રાખજો !!
- એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી, જેટલી જલ્દી વ્યક્તિની નિયત અને નજર બદલાઈ જાય છે !!
- જિંદગી હોય કે પછી વોટ્સએપ, લોકો માત્ર સ્ટેટસ જ જુએ છે !!
- બસ આ જ છે દુનિયાનો એકમાત્ર રુલ, કોઈ બીજું મળી જાય એટલે તમારા ડાંડિયા ડુલ !!
- જે વ્યક્તિ પાસે નમવા માટેની સભ્યતા હોય, એ વ્યક્તિ પાસે નમાડવાની તાકાત પણ હોય છે !!
- ઓ પ્યારા રવિવાર, તું રોજ કેમ નથી આવતો !!
- Sorry ત્યારે જ કામ લાગે જયારે તમે ભૂલ કરી હોય, ત્યારે નહીં જ્યારે તમે કોઈ જોડે દગો કર્યો હોય !!
- જિંદગીને સરળ અને સફળ બનાવવી હોય, તો #Negative માણસોને #Ignore કરવાનું ચાલુ કરી દો !!
- જીવનમાં આજકાલ #ચિટર જ, આપણા #ટીચર બનતા હોય છે !!
- ફોનમાં અને મનમાં બિનજરૂરી ડેટા સેવ ના કરો, નહીંતર સ્પીડ ઘટી જ જશે !!
Wednesday, 23 January 2019
Gujarati status : Life status and Quotes collection
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment