Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Wednesday, 9 January 2019

Life status By Gujarati Status for whatsapp and Facebook










  • ક્યારેય નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો પરિણામ સારું આવશે !!
  • જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ, એક સાંધતા તેર તુટશે પણ સીવતા શીખ !!
  • જિંદગી શું છે એ ખબર પડે તે પહેલા, અડધી જિંદગી તો વીતી જાય છે !!
  • એલાર્મ તો ખાલી અવાજ માટે મુકીએ છીએ, બાકી રોજ સવારે આપણી જવાબદારી જ આપણને જગાડે છે !!
  • જીવનમાં જે સત્ય ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે સત્ય કોઈ શિક્ષક પણ ના શીખવી શકે !!
  • જેનો સ્વભાવ સારો હોય ને સાહેબ, તેને ક્યારેય પ્રભાવ પાડવાની જરૂર ના હોય !!
  • જિંદગીમાં જમાવટ કરો દોસ્તો, બાકી બનાવટ તો આખી દુનિયા કરે છે !!
  • ભૂલ કરવા માટે કોઇપણ સમય સારો નથી, પરંતુ થઇ ગયેલ ભૂલને જો સુધારવી હોય તો કોઈપણ સમય ખરાબ નથી !!
  • દુનિયામાં દરેક વસ્તુ મરે છે, માત્ર એક નથી મરતો એ છે ભૂતકાળ !!
  • કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ, બસ દોરી સાચાં માણસના હાથમાં હોવી જોઈએ !!
  • સૌને સુખ આપવાની તો આપણી તાકાત નથી, પણ કોઇને દુખ ન આપવું એ તો આપણા હાથની વાત છે !!
  • કોઈ માણસ ક્યારેય ખરાબ નથી હોતો સાહેબ, બસ આ તો તમારા કામનો ના હોય એટલે જ ખરાબ લાગે છે !!
  • બદનામ ના કરો લીમડાને કડવો કહીને, જિંદગીના અનુભવો લીમડાથી પણ કડવા હોય છે !!
  • દુનિયાનો ભાર દિલથી ઉતારી દો, નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !!





  • નવું કોઈ ના મળે તો ચાલશે, મળેલા ખોવાઈ ના જાય તે જો જો !!
  • દુનિયા તમને કઈ રીતે જોવે છે એ મહત્વનું નથી, મહત્વનું તો એ છે કે તમે ખુદને કઈ રીતે જોવો છો !!
  • નથી ગમતું ઘણું પણ કંઇક તો એવું ગમે છે, કે બસ એને જ કારણે આ ધરતી પર રહેવું ગમે છે !!
  • એવી વ્યક્તિ સાથે ક્યારેય મિત્રતા ના રાખો, જે તમારા દુશ્મન પાસે જઈને બેસે !!
  • સાંભળી લેવું અને સંભાળી લેવું, એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી !! 
  • અફસોસ ના કરો કે સમાજમાં તમારું નામ નથી, આભાર માનો ઈશ્વરનો કે તમે અહિયાં બદનામ નથી !!
  • કોઈના જીવનની અંધારી રાતોને અજવાળવી, એ પણ એક નવરાત્રી જ છે !!
  • મન ભરીને જીવો સાહેબ, મનમાં ભરીને નહીં !!
  • તમે તમારા સ્વભાવ ઉપર કાબુ રાખતા શીખો, એટલે બીજા પણ તમારા કાબુમાં રહેશે !!
  • બસ થોડું આપતા શીખી જાઓ, જગત તમારું નામ લેતા શીખી જશે !!
  • કોઈના વખાણ કરવા જ હોય, તો એના બેસણા સુધી રાહ ના જોવાય !!
  • લોકોના વિચારે ના ચાલો, પોતાના વિચારો એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો પર ચાલે !!
  • સાંજનો વિસામો તો ત્યાં જ ગમે, જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે !!
  • કોઈકનું દિલ તોડતા પહેલા એ ચકાસી લેજો, એ દિલમાં તમે તો નથી રહેતા ને !!
  • વાહનવ્યવહાર હોય કે જીવનવ્યવહાર, આંખો મીંચીને દોડે એને અકસ્માત નડે જ !!
  • તું નીચે પડી તો જો કોઈ નહીં આવે ઉપાડવા, તું જરા ઉડી તો જો બધા આવશે તને પછાડવા !!
  • છોકરી અજાણ્યા છોકરાને મદદ નથી કરતી, પણ છોકરો અજાણી છોકરીની મદદ જરૂર કરે છે !!
  • કોઈ છોકરી માટે માલ શબ્દ બોલતા પહેલા વિચારજો, તમને રાખડી બાંધવા વાળી પણ આજ દુનિયામાં રહે છે !!
  • કમાવી હોય તો લાયકાત કમાઓ સાહેબ, લાયકાત વગર કદાચ ઔડી લઈને ફરશો તો પણ દુનિયા ડ્રાઈવર જ સમજશે !!
  • પગ લપસવાથી લાગેલા ઘા તો રુઝાઈ જશે એક દિવસ, પણ જીભ લપસવાથી લાગેલા ઘા રુઝાતા બહુ વાર લાગે છે !!
  • કાલે મોજ કરીશું કહીને આજનો દિવસ ના જીવ્યા, તો રોજેરોજ જીવવાનો શું મતલબ !!
  • કોઈને #Promise તો જ કરજો, જો એને નિભાવવાની તાકાત હોય !!
  • લાયક થવું હોય તો પ્રયત્નો કરવા જ પડે, બાકી ઉંમરલાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઇ જવાય !!
  • હળવા હોય છે, એ જ મળવા જેવા હોય છે !! ધીરજના ફળ મીઠા હોય છે, પણ એટલી ધીરજ ના ધરો કે ફળ ખાવાલાયક ના રહે !!




  • કોઈ તમને #Sorry કહે તો જરૂરી નથી એમનો વાંક હોય, પણ કદાચ તમે એના માટે એના #Ego કરતા વધુ ખાસ છો !!
  • એટલા સમજુ બનો કે બીજાને માફ કરી શકો, અને એટલા મુર્ખ પણ ના બનો કે ફરીથી વિશ્વાસ કરી બેસો !!
  • જીવન એક વિડીયો ગેમ જેવું છે, જો તમને વચ્ચે દુશ્મનો મળે તો સમજી લેવાનું કે તમે સાચા રસ્તા પર જઈ રહ્યા છો !!
  • હજારો માણસ પર શાસન કરવું સહેલું છે, પણ કોઈ એકનું હૃદય જીતવું અઘરું છે !!
  • જે તમને સમજે છે એને તમારી ચોખવટની કોઈ જરૂર નથી, અને જે તમને સમજતા જ નથી એ તમારી ચોખવટને શું સમજશે !!
  • સાચું અને સારું, જો આપણામાં નહીં તો બીજે ક્યાંય નહીં !!
  • માણસ વારંવાર Sorry એવા વ્યક્તિને જ કહે છે, જેને એ કોઈપણ સંજોગોમાં ખોવા નથી માંગતો !!
  • કિસ્મત અને સ્ત્રી હેરાન જરૂર કરે છે, પણ જ્યારે સાથ આપે ત્યારે જિંદગી બનાવી દે છે !!
  • એકલો માણસ ક્યારેય દુખી નથી હોતો, દુખી એ ત્યારે જ થાય છે જ્યારે કોઈના સાથની આદત પડી જાય છે !!
  • કમી તો એકતામાં રહી ગઈ સાહેબ, બાકી જેટલા કિલોનો અકબર હતો ને એટલા કિલોનો તો મહારાણા પ્રતાપનો ભાલો હતો !!
  • ખેલ તો નસીબનો છે કે કોને કેટલું મળશે, બાકી રાશી તો સરખી જ હતી રાધા અને રુકમણી બંનેની !!
  • લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ હકીકત તો એ છે કે સ્ત્રી વિનાનું ઘર કોઈ ઘર નથી હોતું !!
  • જિંદગીની કસોટીના કોઈ ગુણાંક ક્યાં હોય છે સાહેબ, કોઈ દિલથી તમને યાદ કરે તો સમજી લેજો કે પાસ થઇ ગયા !!
  • તું બધું કર પણ કોઈને નડ નહીં. જે વાત ના સમજાય એમાં પડ નહીં !!
  • મારું માનો તો એકલા રહેજો, પણ કોઈનો ટાઈમપાસ ના બનતા !!
  • કામ તો પડવા દો એમને, લોકો ગુલાબ જાંબુ જેવા મીઠા થઈ જશે !!
  • જે મારી જિંદગી છે, એ જ જિંદગીમાં નથી !!
  • સારું જીવન જીવવા માટે, યાદ રાખવા કરતા ભૂલી જવામાં જ મજા છે !!
  • આપણા પોતાના માઈનસ પોઈન્ટની ખબર હોવી, તે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે !!
  • દરેક વ્યક્તિ કે જેને તમે જાણો છો, એની અંદર એક વ્યક્તિ છે જેને તમે નથી જાણતા !!
  • દિલથી હળવા રહેજો સાહેબ, આખી દુનિયા હળવી લાગશે !!
  • માન, મર્યાદા અને લાગણી હોવી જોઈએ, બાકી બધું તો રાવણ પાસે પણ હતું !!


No comments:

Post a Comment