Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Sunday, 30 December 2018

Life Quotes Gujarati Status 2019




નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું Gujarati Status માં. આજે આપના માટે અમે life status નો ખજાનો લઈને આવ્યા છીએ .





  • જયારે લક્ષ્યને હાંસલ કરવા, બધું દાવ પર લગાવાય ત્યારે જીત નક્કી હોય છે !!
  • વેદ સમજવા અઘરા છે, મારા સાહેબ પરંતુ વેદના..? વેદના સમજવી એનાથીય અઘરું કામ હોય છે !!
  • કાલનો દિવસ આજ કરતા સારો હશે, બસ એજ ભરોસા પર જિંદગી ચાલે છે !!
  • જોજે ક્યાંક મોડુંના થઈ જાય, કેમકે કાચબો તો માત્ર વાર્તામાં જ જીતે !!
  • પૂરી દીધો સાપને મદારીએ એમ કહીને કે, હવે માણસ જ માણસને ડસવામાં કામ આવશે !!
  • ખોટા પાસવર્ડથી જો મોબાઈલનો લોકનો ખૂલતો હોય, તો સાહેબ ખોટા કામથી સ્વર્ગનો દરવાજો કેમ ખુલે ??
  • બે કિનારા નહિ મળે એમ કહીને બધા બેસી રહ્યાં, પણ કોઈ એમ નથી કહેતું કે ચાલ સેતુ બાંધીએ !!
  • જીદ આપણી કંઈક એવી હોય છે, પુષ્પ ગુલાબનું હોય છે ને સુગંધ મોગરાની જોઈતી હોય છે !!
  • આંસુનો છે અનમોલ ખજાનો એટલે સાચવીને રાખું છું, વપરાય નહીં વધુ એટલે હાસ્યનું Lock લગાવી રાખું છું !!
  • ખરાબી જીંદગીમાં નહી પણ લોકોમાં હોય છે, બાકી ઇશારાથી માણસ સિવાય બધા જ સમજી જાય છે !!
  • જિંદગીમાં જે આપણે ધારીયે છીએ તે સરળતાથી નથી મળતું, પરંતુ એક સત્ય એ પણ છેકે આપણે ધારીયે તે સરળ પણ નથી હોતું !!
  • મંજિલ સુધી પહોચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવું પડે !!
  • આ દુનિયામાં મહેનત વગર કંઈજ નથી મળતું સાહેબ, આપણો પડછાયો પણ તડકામાં જઈએ ત્યારે મળે છે !!
  • કોઈ વ્યક્તિની મિલકત છિનવી શકાય પરંતુ, એની લાયકાત અને કાબિલિયત નહીં !!
  • ભલે હું કૃષ્ણ કાળો છું, પણ ધોળા મોઢાના માનવીના દિલથી રૂપાળો છું !!
  • કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો ને, તો એમ સમજી લો કે એજ તમારું હિલસ્ટેશન છે !!
  • એ સમય જ અલગ હતો, મકાનો કાચા હતા પણ માણસો સાચા હતા !!
  • પલટીને ના તું પાછળ જો, લક્ષ્ય છે સામે આગળ જો !!
  • કર્મ સારા હોય તો સારું થશે એવું નથી, પણ એટલી ખાતરી છે કે કોઈની બદદુવા નહિ મળે !!



  • અનેકતામાં એકતા એજ અમારી શાન છે, એટલા માટે જ મારો ભારત દેશ મહાન છે !!
  • ખીચ્ચામાં રહેતો ફોન અને, ઔકાતમાં રહેતો માણસ બધાને ગમે !!
  • રાખ છે જિંદગી, કાં તો આગ છે જિંદગી, એક રસ્તો છતાં બે-ભાગ છે જિંદગી !!
  • બધા વિષય સંભાળતી નોટબુકને રફ્બુક કહે છે, જવાબદાર વ્યક્તિની પણ કાંઈક આવી જ દશા હોય છે !!
  • નિસરણી સમજીને ચડતા રહ્યાં આ જિંદગીને, થાકી ગયા અને આડી કરીને જોયું તો નનામી થઇ ગઈ !!
  • એક વાત ગોખી નાખો સાહેબ, સુખી કે દુઃખી કરવાની તાકાત, માત્ર તમારા કર્મોની છે, બીજી વ્યક્તિ તો માત્ર નિમિત છે !!
  • વ્યક્તિને હંમેશા તેને આપેલા જવાબો દ્વારા નહીં, પણ તેના દ્વારા કરાયેલા પ્રશ્નોથી ઓળખવો !!
  • જિંદગીએ બધી કેટેગરીમાં પરીક્ષા લીધી, આપણો જતું કરવામાં પહેલો નંબર આવ્યો !!
  • સાચો માણસ ક્યારેય નાસ્તિક કે આસ્તિક નથી હોતો, એ હંમેશા વાસ્તવિક હોય છે !!
  • જે થવાનું હતું એ થઈ ગયું, હવે જે થશે એ સારું થશે, બસ આ સમજીને ચાલો જિંદગી જીવવાની તાકાત મળી જશે !!
  • અફસોસના કરો કે સમાજમાં તમારું નામ નથી, આભાર ઈશ્વરનો કે તમે અહિયાં બદનામ નથી !!
  • સમય તું ગમે તેટલો હેરાન કરી લે મને પણ યાદ રાખજે, એક દિવસ હું તને પણ બદલી નાખીશ !!
  • જીંદગીમાં એક કામ જરૂર કરો, કાતો સમજી જાઓ, કાતો ખમી જાઓ !!
  • જીવનમાં સૌથી મુલ્યવાન જો કાંઈ હોય, તો એ છે સમય !!
  • આવતી કાલે પહાડ ખસેડવો હોય તો, આજે પત્થરો ખસેડવાથી શરૂઆત કરવી પડે !!
  • ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે, ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે !!
  • અનુકુળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે, પણ સંજોગોને અનુકુળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે !!
  • આપણા કારણે કોઈના એકાંતમાં ખરતા આંસુ, એ આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે !!
  • એક હાર થી કોઈ ફકીર નથી બની જતું અને, એક જીત થી કોઈ સિકંદર નથી બની જતું !!
  • મંજિલ દુર અને સફર ઘણીબધી છે, નાનકડી આ જીંદગીમાં ફિકર ઘણીબધી છે !!
  • ઉંમરથી માન જરૂર મળે પણ, આદર તો વ્યવહારથી જ મળે !!
  • સાવ ડફોળના દાખલા સાચા પડે અને, ભલભલા બુદ્ધિશાળીના ગણિત ખોટા પડે એનું નામ જિંદગી !!
  • લખેલા શબ્દોની કિંમત કેટલી..? વાંચનારની સમજણ જેટલી !!
  • આ દુનિયામાં સુખી થવું હોય તો આટલું કરવું, પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું !!
  • કોઈની જિંદગીને બગાડી પોતાની જિંદગી સુધારવી, તેની સજા આજે નહિ તો કાલે જરૂર મળે છે !!
  • નાની નાની વાતમાં મતલબ બદલાઈ જાય છે સાહેબ, આંગળી ઉઠે તો બેઈજ્જતી, અંગૂઠો ઉઠે તો તારીફ, અને અંગુઠાને આંગળી મળે તો વાહ વાહ થઇ જાય છે !!
  • માણસને મળતી દરેક વસ્તુ કાંઈ એની જ મહેનતથી નથી મળતી, ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે !!
  • તમારી #Impression એવી હોવી જોઈએ કે, કોઈ તમારા વિશે ખરાબ બોલે તો લોકોનો જવાબ હોય #Impossible !!
  • આગળ બધવા વાળા બીજાને ક્યારેય અટકાવતા નથી, અને બીજાને અટકાવવા વાળા ક્યારેય આગળ બધતા નથી !!
  • શનિ નડે છે એટલે બધાને હનુમાન ચાલીસા મોઢે હોય છે, પણ અફસોસ કૃષ્ણ કોઈને નડતો નથી નહીતર આખી ગીતા મોઢે હોત !!
  • હાર માનીને એટલે પાછા નથી વળતા ઘણાં, બંધ થશે એક તો ખુલી જશે રસ્તા ઘણાં !!
  • માણસાઈનો દુકાળ દુર કરવો છે, તો તમે જાતે જ સારા માણસ બનવાનો આગ્રહ રાખો !!
  • જિંદગીની રેસમાં દોડવું વ્યર્થ છે, ત્યાંથી તો સમયસર નીકળવું એ જ મહત્વનું છે !!
  • ફક્ત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ એ પણ છે જે વધુ સારું કામ કરી શકે પણ કરતો નથી !!
  • કોણ કહે છે કે દુનિયાને તમારી કઈ પડી નથી, ક્યારેક બાઈકનું સ્ટેન્ડ ચડાવ્યા વગર નીકળજો દસ જણા બુમ મારશે !!
  • ઓળખાણથી મળેલું કામ થોડા સમય માટે રહે છે, પરંતુ કામથી મળેલી ઓળખાણ આજીવન રહે છે !!
  • માનવીનો માનવી પરથી ઊઠ્યો વિશ્વાસ, અને પછી સોગંદની થઈ શરૂઆત !!
  • જંગલમાં સીધું લાકડું અને સમાજમાં સીધો માણસ, હંમેશા પહેલા કપાય છે !!
  • આ દુનિયામાં રહેવું હોય તો Goal તો જાતે જ નક્કી કરવો પડે, બાકી ભણાવવામાં તો એટલું જ આવશે કે દુનિયા ગોળ છે !!
  • કરો યુદ્ધ જાત સાથે ખાલી વાતોમાં શું રશ છે, ન જીતાય દુનિયા તો શું..? ખુદને જીતાય તોય બસ છે !!
  • અભિમાન નઈ કરવાનું ક્યારેય દોસ્ત, કેમ કે જિંદગીનું પણ અભિમાન એક દિવસ મોત તોડી જ જાય છે !!
  • એવી શક્તિ આપ પ્રભુ કે મારા અંત સુધી વ્યસ્ત રહું, મસ્ત રહું અને જબરદસ્ત રહું !!
  • મનનું મનમાં રાખતા નહીં તક મળે ત્યાં બોલી દેજો, ઘુંચ બનવાની રાહ ના જોતા ગાંઠ મળે ત્યાં ખોલી લેજો !!
  • આપણા કહેવાથી કોઈ આપણા પર Trust નથી કરતું, Trust જીતવા માટે સામે વાળી વ્યક્તિના દિલમાં ઉતરવું પડે છે !!





  • હું બીજા થી સારું કરું તો શું ફરક પડે છે, પણ હું બીજાનું સારું કરું તો સાહેબ ઘણો બધો ફરક પડે છે !!
  • ગણિત સરખું નથી શીખ્યા, પરંતુ એટલી ખબર છે કે ખુશી વહેંચવાથી વધે છે !!
  • વરસાદ દર ચોમાસે પડે છે પણ એક સરખો નથી પડતો, એમ જ જીવનમાં ખુશીઓ ઘણીવાર આવે છે પણ એક સરખી નથી આવતી !!
  • પોતાની નબળાઈથી સાવધાન રહો, કેમ કે આજ એક એવો દુશ્મન છે જે છુપાઈને હમલો કરે છે !!
  • કોઈ ગ્રહ નડતો નથી જીવનમાં, પોતાના કર્મ ભોગવ્યા વિના ક્યાં છુટકો છે !!
  • વરસાદ તારે બેફામ વરસવું જ પડશે, કેમ કે ઝાકળથી પુર નહી આવે !!
  • અમુક સારા કર્મો એવા પણ હોવા જોઈએ સાહેબ, જેની ખબર ભગવાન સીવાય કોઈને પણના હોય !!


No comments:

Post a Comment