Gujarati Status માં આપ સૌનું સ્વાગત છે. આજે તમારા માટે અમે Life Quotes એટલે કે જીવનસુત્રોનો ખજાનો લઈને આવ્યા છીએ.
- દિલમાં સદાય અમીરી રાખીયે, ખુદમાં એટલી ખમીરી રાખીએ, મોહ નથી આ રંગીન દુનિયાનો માટે, સ્વભાવ કાયમ ફકીરી રાખીએ !!
- કોઇપણ પ્રકારની પહેલ કરનારે બીજાની દ્રષ્ટિમાં, મુર્ખ બનવા તૈયાર રહેવું જોઈએ !!
- જિંદગીમાં એક વાત ખાસ યાદ રાખવી, એકલા રહેવું કોઈના સહારે નહીં !!
- માંડ માંડ ઉપરવાળાએ મનુષ્ય દેહ આપ્યો છે, એવું જલસાથી જીવો કે તમે મરો ત્યારે લોકો ચીચીયારી કરીને બોલે Well Played Boss !!
- મારા વિરોધની વાત હું ખુબ શાંતિથી સાંભળું છું, જવાબ દેવાની જવાબદારી મેં સમયને આપી છે !!
- જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે સાહેબ, પણ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે તો સાહસ જ જોઈએ !!
- કોઈ વ્યક્તિને સમજવાની સૌથી સરળ રીત છે, એની પરિસ્થિતિને સમજવી !!
- ગુંચવાય છે જિંદગી, ત્યારે જ, સમજાય છે જિંદગી !!
- જરૂરિયાત માટે ધંધો કરો એ બરાબર સાહેબ, પણ જરૂરીયાતને ધંધો ન બનાવો !!
- સમયને થોડો સમય આપો, સમય આવશે ત્યારે સમય બદલી જ જશે !!
- તીવ્ર યાદશક્તિ એ સારા મગજની નિશાની છે, પરંતુ બિનજરૂરી વસ્તુને ભૂલાવવી એ શ્રેષ્ઠ મગજની નિશાની છે !!
- પશુઓ મૂંગા હોવાથી દુઃખ ભોગવે છે, જયારે મનુષ્ય વધારે બોલવાથી દુઃખ ભોગવે છે !!
- નામી હોય કે હોય અનામી, બન્નેની છેલ્લી મંજિલ તો નનામી જ છે !!
- તમારા જોડે બીજાની પંચાત કરવા વાળો, બીજા જોડે તમારી પંચાત કરતો જ હશે !!
- એકાંતમાં પોતાના વિચારો પર અને જાહેરમાં પોતાના શબ્દો પર, કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે !!
- જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે, એ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાશ કરશે !!
- જીવનમાં હંમેશા સફળ થાવું હોય તો, રૂપિયાને હંમેશા ખિસ્સામાં રાખવા દિમાગમાં નહીં !!
- ચહેરા પર સ્માઈલ તો ઘણા લાવી શકે, પણ ખુશ તો કોઈ ખાસ જ કરી શકે !!
- તમે પોતે હોશિયાર હોવ તો વાંધો નહિ, પણ આ દુનિયાને મૂરખના સમજતા !!
- તાકાત શબ્દોમાં નાખો, અવાજમાં નહિ, કારણ કે ખેતી વરસાદના પાણીથી થાય પુરના પાણીથી નહિ !!
- કાયમ લુંટાવાનું તોય ખુશ રહેવાનું, તેનું નામ જિંદગી !!
- આપણું લાગવું અને આપનું હોવું, એ સમજવામાં વર્ષો નીકળી જાય છે !!
- યાદ કરવું એ વર્તમાનકાળ છે, યાદ આવવું એ ભૂતકાળ છે, જેને ન સમજાયું તેના માટે ભવિષ્યકાળ છે !!
- જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે સાહેબ, મૃત્યુ નક્કી હોય તો પણ અભિમન્યુ બનવા સાહસ જોઈએ !!
- જોજો ક્યાંક મોડું ના થઇ જાય, કેમ કે કાચબો તો માત્ર વાર્તામાં જ જીતે !!
- લોકોને જે જોઈએ છે એ મળતું નથી, અને જે મળે છે એમાં એ ખુશ નથી !!
- હજારો પ્રશ્ન છે જિંદગીના, પણ જવાબ એક જ છે કે થઇ જશે !!
- કોઈને એટલો પણ હક ન આપવો, કે એ ફેંસલો કરે કે ક્યારે તમારે હસવું અને ક્યારે રડવું !!
- જો એ તમારા માટે #Special છે, તો એની ગણતરી ક્યારેય બધામાં ન કરવી !!
- તમને ડૂબાડવા આ દુનિયામાં એવા ઘણા માણસો બેઠા હશે, જેને તમે પોતે જ તરતા શીખવાડ્યું હશે !!
- જિંદગીમાં કોઈનો સાથ મળી જાય, તો દરેક મુશ્કેલી દુર થઇ જાય !!
- સાહેબ આ જિંદગી જ એવી છે, કોઈ Feel કરે છે તો કોઈ DEAL કરે છે !!
- જુગાર ભલે કોઈ પણ પ્રકારનો રમજો સાહેબ, પણ જીવનમાં કોઈની લાગણીઓ દાવ પર ના મુકતા !!
- પોતે દુઃખ સહીને પણ તમને હસાવે, તો એનાથી સારું વ્યક્તિ તમારા માટે કોઈ છે જ નહીં !!
- માણસાઈનું એક પગથીયું ચડાતું નથી, ને માણસો માનતા રાખે છે ડુંગર ચડવાની !!
- જયારે તમને તમારાથી વધારે બીજાની ચિંતા થવા લાગે, ત્યારે સમજી લેવું કે તમે બરબાદ થવાના રસ્તે જઈ રહ્યા છો !!
- જેને એની સુંદરતાનું ઘમંડ નથી, ખરેખરમાં સુંદર તો એ જ છે !!
- કામયાબી કામથી મળે, કંટાળવાથી ના મળે !!
- સ્વભાવ તો કાળા પેન્ટ જેવો હોવો જોઈએ, ગમે તે શર્ટ એમાં ભળી જ જાય !!
- જિંદગી ફાઈન હોય તો સમજી લેવું, એમાં કાયદેસર ઉપર વાળાની સાઈન હોય !!
- ભલાઈ કરતા રહો વહેતા પાણીની જેમ, બુરાઈ આપોઆપ કિનારે જશે કચરાની જેમ !!
- ભરેલી આંખોમાં ખામોશી વાંચતા આવડી ગયું, દુનિયાની નફરતને હસતાં હસતાં જીતતા આવડી ગયું !!
- તાજ લગાવીને બધા રાજ કરે મારા વાલા પણ, મોરપીંછ લગાવી રાજ કરે ઈ મારો દ્વારકાધીશ !!
- પૈસા અને ઉમર ઉપર ક્યારેય અભિમાન ન કરવું, કારણકે જેને ગણી શકાય તે ચોક્કસ ખતમ થાય છે !!
- જયારે જિંદગી નાચ નચાવે છે ને, ત્યારે ઓળખીતા જ #DJ વગાડે છે !!
- જીવનમાં મનગમતું બોલવા માટે, અણગમતું સાંભળવાની તાકાત હોવી જોઈએ !!
- રૂપીયાને સલામ છે સાહેબ, બાકી માણસાઈ તો મમરાના ભાવે વેચાય છે !!
- તફાવત તો ખાલી વિચારોમાં છે સાહેબ, નહીતર જે પગથિયાં ઉપર લઇ જાય છે, એ જ પગથિયાં નીચે પણ લાવે છે !!
- તમે જેવા સવો તેવા જ રહો, કેમ કે Original ની કિંમત Xerox કરતા વઘુ હોય છે !!
- હંમેશા હસ્તા રહો મિત્રો, કારણ કે તમારા મોઢાનું સુંદર સ્મિત, તમારા દુશ્મનોને એમની નિષ્ફળતાનો અનુભવ કરાવે છે !!
- જિંદગી પાસેથી જેટલું સારું લાગે એટલું લઈ લેજો, કેમકે જિંદગી જયારે લેવાનું ચાલુ કરશે તો એ શ્વાસ પણ નઈ છોડે !!
- કયાંકને કયાંક તો કર્મોની બીક છે, બાકી શાને ગંગા પર આટલી ભીડ છે ??
- એવું જીવો કે તમારી જાતને પસંદ આવો, બાકી દુનિયાની પસંદ તો પળમાં બદલાય જાય છે !!
- #Whatsapp હોય કે જિંદગી, લોકો માત્ર #Status જ જોવે છે !!
- તમારી જિંદગીમાં કંઈજ નઈ બદલાય, જ્યાં સુધી તમે નઈ બદલાવ !!
- તમારી જિંદગીમાં કંઈજ નઈ બદલાય, જ્યાં સુધી તમે નઈ બદલાવ !!
- છેક દરવાજા સુધી આવીને પૂછી ગઈ કિસ્મત, જિંદગીથી હારી ગયા કે, ફાવી ગઈ આ રમત ??
- જીવનમાં હારવાનો ડર લાગેને, તો ક્યારેય જીતવાની આશા ન રાખવી !!
- આજનું કામ આજેજ પતાવવાથી, તમે એ લોકોથી આગળ નીકળી જશો જે કાલના ભરોસે બેઠા છે !!


No comments:
Post a Comment