Gujarati Status માં આપ સૌનું સ્વાગત છે. આજે તમારા માટે અમે Life Quotes એટલે કે જીવનસુત્રોનો ખજાનો લઈને આવ્યા છીએ.
- જિંદગીની બસ એક જ વ્યથા છે, અહીં વાતે-વાતે પ્રથા છે !!
- લોકોએ મને સમજાવ્યું કે સમય જરૂર બદલાઈ જાય છે, પછી સમયે મને સમજાવ્યું કે લોકો પણ બદલાઈ જાય છે !!
- નવી શરૂવાત માણસને થોડો ડરાવે છે, પણ યાદ રાખજો દોસ્ત સફળતા મુશ્કેલી જાયને પછી જ નજર આવે છે !!
- લાઇફને એટલી સીરીયસલી ન લો કે, જીવવાની હળવાશ જ મહેસુસ ન થાય !!
- પારકા માટે પગથીયું ન બની શકો તો કંઈ નહિ, પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો !!
- સાચા અને સારા બંનેમાંથી, સાચા ને જ પસંદ કરવા !!
- દુનિયામાં એક માત્ર સૂત્રથી ચાલવું, જ્યાં વટ ત્યાં સંબંધ કટ !!
- શબ્દો પાસે અર્થ જરૂર હોય છે, પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે !!
- ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે, ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે !!
- કંઈક તો વાત છે મારા દેશની માટીમાં સાહેબ, સરહદ કુદીને આવે છે આંતકીઓ અહીં દફન થવા માટે !!
- નમતી ડાળને કારણ વિના કાપી નાખી પછી, છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી !!
- ભલેને લાખ રૂપિયાની ધડીયાળ આપણા હાથમાં હોય, પણ સમયતો ભગવાનના હાથમાં જ છે !!
- પૈસામાં જ સુખ છે એમ માનનારા વ્યક્તિઓ માટે એક નાનકડો પ્રશ્ન, કેટલા રૂપિયા હોય એ વ્યક્તિ સુખી ગણાય ?
- અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં જ, આપણને આપણો સાચો પરિચય થતો હોય છે !!
- આ તો સાહેબ દુનિયાનો નીયમ છે, તમે જેટલું એને માન આપશોને એટલું જ તમારું ગુમાવશો !!
- સહનશીલતા એ સ્વભાવ નહીં સંસ્કાર છે, ત્રાજવું વજન માપી શકે છે ગુણવત્તા નહીં !!
- સૌથી પહેલા તમે એ વ્યક્તિને ખુશ કરો, જેને તમે રોજ આયનામાં જોવો છો !!
- હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું, કારણકે તે એવું પણ ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નહોતી કરી !!
- સળગતી ગઈ જિંદગી, ઉઘડતા રહ્યાં રહસ્યો, ન કોઈએ કાંઈ ઢાંક્યું કે ન કોઈનાથી કાંઈ છાનું રહ્યું !!
- અપમાનના કડવા ઘુટડા પીતાશીખો વ્હાલા, કારણ કે અપમાન એજ લોકો કરે છે જે તમારી સફળતા જોય નથી શકતા !!
- જીવન જીવતા શીખી જાવ મોજ પડશે, કોઈને ધ્યાનમાં રાખીને જીવશો તો પોતાનાની જ ખોટ પડશે !!
- જે એક પણ ગુનો માફ ન કરે તે ન્યાયધીશ અને, જેના શરણમાં જવાથી હજારો ગુના માફ કરે તે દ્વારકાધીશ !!
- હ્રદયની ઊર્મિઓનો ઉભરતો પ્રવાહ છે, ક્યાંક નીકળતી આહ તો ક્યાંક મળતી વાહ છે !!
- જો રવિવાર ન ગમે તો મિત્રો બદલો, અને સોમવાર ન ગમે તો વ્યવસાય બદલો !!
- મતભેદ એક એવી ઉધઈ છે કે, જે ધીમે ધીમે મન સુધી પહોંચી લાગણીઓને કોતરી નાખે છે !!
- જિંદગી તો છે ચકડોળનો એક ફેરો, આપણને તો જ્યાં મન મળે ત્યાં મેળો !!
- ભગવાને જિંદગી આપી છે તો જલસાથી જીવી લેવી, એક દિવસ તમારા જ પ્રસંગમાં તમારી ગેરહાજરી હશે !!
- એક છાંટો ગેર-સમજણનો, આખો લાગણીનો બગીચો બાળી નાખે છે !!
- જીંદગી બહુ ઉંચી વસ્તુ છે સાહેબ સમયે-સમયે એનું સન્માન કરતા રહો, બાકી એ તમારું અપમાન કરવામાં વાર નય લગાડે !!
- રસ્તા વગરની મંજિલનો ખ્વાબ છું હું, તારી સાથે સાથે જિંદગી લાજવાબ છું હું !!
- વ્હાલા બેફામ વરસવું જ પડે, ઝાકળથી કંઈ પુર ના આવે !!
- ખુશી પહેલે તબક્કે ક્યાં મળે છે સાહેબ, ધક્કા ખાવા પડે છે ધીરજ ના !!
- જીવાય ગયેલ જિંદગીનો થાક તો છે જ પણ, બાકી રહેલી જિંદગીનો શું વાંક છે !!
- દુનિયામાં સૌથી મોટો ખાડો એક જ છે, દેખાડો
- શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ છે, તે સિવાયના બધા જ સુખ માત્ર અલ્પવિરામ છે !!
- આમ જુઓ તો વરસાદના પાણીનો ક્યાં કોઈ રંગ હોય છે, પણ આવ્યા પછી મોસમ રંગીન કરી જાય છે !!
- ક્યારેક તો ભૂલા પડેલા રસ્તે પાછા ફરો, તમારા વગર અહી ઘણા પંખીના માળા ચિત્રાય ગયા છે !!
- માણસ ઘર બદલે છે, સબંધ બદલે છે, દોસ્ત બદલે છે, તો પણ પરેશાન રહે છે કારણકે એ પોતાને નથી બદલતો !!
- કોઈ સારી વ્યક્તિથી કંઈ ભૂલ થાય તો સહન કરી લેજો કારણકે, મોતી જો કચરામાં પડી જાય તોપણ એ કિમતી જ રહે છે !!
- શીખવા મળ્યું છે મને એક ઊંચા વૃક્ષ પરથી, તોફાનમાં ટકવાનો રસ્તો છે નમી જાઉં !!
- જીવન ગાંડપણથી ભરેલું હોવું જોઈએ, બાકી ડાહ્યા લોકોતો ઘણાં મળશે સફરમાં !!
- રોજ દુઃખમાં પણ હસી બતાવવાની શક્તિ આપે છે, ઈશ્વર આનાથી વધારે હજુ કેટલો દયાળુ હોય ?
- રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ છે, પણ માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે !!
- દુનિયામાં ખુશી જ એક એવી વસ્તુ છે જે, દરેક અમીર માણસ નથી ખરીદી શકતો !!
- કિનારાનીતો ખાલી ખોજ છે અહીં, બાકી જીવવાની મોજ તો મધદરિયે જ છે !!
- સાવ સાદા વિચારો જોડે લઈને ચાલો દોસ્ત, દુનિયા આપોઆપ તમને અનોખા સમજશે !!
- જીંદગીમાં અમુક વળાંક એવા હોય છે, જ્યાં સમજણ અને સત્ય હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી !!
- આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો, કારણકે Editing કરીને Share કરવામાં માહિર છે લોકો !!
- જીવતા માણસને પછાડવામાં અને, મરેલા માણસને ઉપાડવામાં લોકો ગજબની એકતા દેખાડે છે !!
- આપણી પાસે જે છે એની કદર કરો સાહેબ, બાકી આ દુનિયામાં ઘણા લોકો પાસે ઘણું ખૂટે છે !!
- તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે સાહેબ, પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ !!
- થાય એટલું કામ કરીએ અને કરીએ એટલું કામ થાય, આ બે વાક્યોનો તફાવત જેને સમજાય તેની પ્રગતી થાય !!
- ખુબ અમીર હતા અમે બાળપણમાં, અમારા પણ જહાજ ચાલતા હતા વરસાદના પાણીમાં !!
- એમ કંઈ સહેલું નથી હૃદય સુધી પહોચવું સાહેબ, એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે !!
- જયારે કિસ્મત સાથે હોયને સાહેબ, ત્યારે રમતની દરેક બાજી તમારી હોય છે !!
- તફાવત સુખ અને દુઃખ વચ્ચેનો હું શૂન્ય રાખું છું, જિંદગી જીવાડે છે અને હું જીવીને બતાવું છું !!
- ભૂખ્યા ઉઠાડે એ આલારામ, જમાડીને સુવરાવે તે જલારામ !!
- મારો તો સ્વભાવ જ છે દુધમાં સાકારની જેમ ભળી જવાનો, પણ અમુક લોકોને ડાયાબિટીસ હોય એમાં મારો શું વાંક !!
- જીવનમાં રિહર્સલ્સ હોતા નથી, માત્ર પરફોર્મન્સ હોય છે !!
- દુનિયાનો કોઈ પણ માણસ સામાન્ય નથી, દરેકની કંઈકને કંઈક તો સ્ટોરી હોય જ છે !!


No comments:
Post a Comment