Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Monday, 31 December 2018

Life Status and Quotes Gujarati


     નમસ્કાર મિત્રો .સ્વાગત છે આપ સૌનું Gujarati Status માં. આજે આપના માટે અમે લઈને આવ્યા છીએ Life Status નો ખજાનો.







  • તમારા દુશ્મન કે હરીફનું હંમેશા સાંભળો, કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખયાલ તેને જ હોય છે.
  • તસ્વીરમાં નહીં, પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા.
  • લાગણીઓના રોકાણ ખોટી જગ્યાએ ના કરતા, આવકમાં તકલીફ સિવાય કંઇ નહીં મળે.
  • સાચી લાગણીઓના ફૂલ વીણવા સહેલા નથી, કાંટાના જંગલમાં હૃદયને રમાડવું પડે છે.
  • પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ.
  • કામ તો આખી જિંદગી રહેશે, બસ આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ઘણું.
  • વિશ્વાસ બધા પર ન કરો સાહેબ, કેમ કે સાકર અને મીઠાનો રંગ એક જ હોય છે.
  • માત્ર આત્મવિશ્વાસ હોવો જોઈએ, બાકી જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઇ શકે.
  • જેણે પોતાનો સમય ખરાબ જોયો છે, એ બીજા સાથે કોઈ દિવસ ખરાબ નહીં કરી શકે.
  • જિંદગી મોજથી જીવી લ્યો ને સાહેબ, બાકી એક દિવસ એવો આવશે કે તમારા જ પ્રસંગે તમારી ગેરહાજરી હશે.
  • કિનારે પહોંચવું કંઇ સહેલું નથી સાહેબ, સાગરના મોઢેય ફીણ આવી જાય હો...
  • દુનિયા તમારા કહેવાથી નહીં, પણ તમારા ઉદાહરણથી બદલશે.
  • એક બાજી જીતવા ઘણી બાજી હારી ગયો, ના મળે કિસ્મત વિના એ વાત હું માની ગયો.
  • કોઈના સમય પર હસવાની હીંમત ક્યારેય ના કરતા, સમય હંમેશા ચેહરા યાદ રાખે છે.
  • આ તો જીવન છે સાહેબ, બધા ને બધું ના પણ મળે !!
  • જિંદગી માણસને તક જરૂર આપે છે, માણસને પસંદગી નહીં !!
  • પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય, જો હૈયું મજબુત હશે તો જીત તમારી જ થશે !!
  • બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે સાહેબ, બસ...લાગણીઓ અને વિશ્વાસમાં છેતરાય છે !!
  • સ્વાર્થી થવું એ, સ્વ ની અર્થી કાઢવા જેવું છે.
  • સમય રોજ મને કોરો ચેક આપે છે, હું જ આળસમાં રકમ ઓછી ભરું છું !!
  • કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો, તો એમ સમજી લો કે એજ તમારું હિલ સ્ટેશન છે !!
  • કમર પર હાથ મુકનારા તો ઘણા મળી જશે, પણ માથા પર હાથ મુકનાર જો કોઈ મળી જાય તો એનો સાથ હંમેશા નીભાવજો !!
  • હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી આપણું કહેવાથી કોઈ આપણું નથી થઇ જતું !!
  • બે પળની છે જિંદગી તોય જીવાતી નથી, એક પળ ખોવાઈ ગઈ ને બીજી સચવાતી નથી !!
  • જિંદગી જે શીખવે તે શીખી લેવાય, કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર !!
  • સામેની વ્યક્તિ જરા વધું પડતી ભોળી હતી, એથી જ તમે ચતુર કહેવાયા એ વાત ભુલશો નહીં !!
  • જે મનથી મજબુત હોય એને કોઈ ઝેર પણ મારી ના શકે, અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા પણ બચાવી ના શકે !!
  • દરેક પગથીએ ઈચ્છાની બલી ચડે છે, ત્યારે જ કોઈ સફળતાની સીડી ચડે છે !!
  • જરુરી નથી કે આપણને મળીને બધા ખુશ રહે, પણ જરુરી એ છે કે આપણને મળીને કોઇ દુખી ના થાય !!
  • સારો ખરાબ એકવાર સૌનો સમય આવે છે, હિંમત ન હારે એજ વ્યકિત અહીં તો ફાવે છે !!
  • તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે, ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે !!
  • કડવું છે પણ સત્ય છે મિત્રો, આજે લોકો અજાણ્યા કરતા જાણીતા લોકોથી વધુ છેતરાય છે !!
  • શૂન્ય થઇ જવું પણ ક્યાં સહેલું છે, બાદ થઇ જવું પડે છે બાકી માંથી !!
  • વાણી અને વર્તનમાં મીઠાશ હશે તો એક દિવસ નહીં, આખી જિંદગી ચોકલેટ જેવી લાગશે !!
  • લોકો દ્વારા ઉઠાવેલા ચાર સવાલથી હિંમત ના હારતા દોસ્તો, કારણ કે ઘૂંટણ છોલાયા વગર તો સાઈકલ પણ નથી આવડતી !!
  • જીવન જવાબદારી ભર્યો ખેલ છે સાહેબ, તેમાં ડગલે ને પગલે સમાધાન કરવું જ પડે !!
  • મનમાં ભરીને જીવવું એના કરતા, મન ભરીને જીવવું એ જ સાચું જીવન છે !!
  • તમારી કામયાબી એટલી હદે વધારી દો કે, તમને હરાવવા માટે લોકોને કોશિશ નહીં કાવતરા કરવા પડે !!
  • બીજાની શરતો પર સુલતાન બનવા કરતા, પોતાની મોજમાં ફકીર બનવું સારું !!
  • કોઈ જીવને ભલે ચણ ના નાખો સાહેબ, પણ કોઈના જીવનમાં અડચણ ક્યારેય ના નાખો !!
  • મોજ આવે એમ જિંદગી જીવી લો મારા વાલા, જો રોકાઈ ગયા તો ઠોકાઈ ગયા સમજો !!
  • જીવનમાં પસ્તાવો કરવાનું છોડી દો, કંઇક એવું કરો કે તમને છોડનારા પસ્તાય !!
  • ખૂબી અને ખામીઓ બેઉ હોય છે લોકોમાં, તમે શું શોધો છો એ મહત્વનું છે !!
  • જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર હક જમાવે તો સમજી લેજો, એ વ્યક્તિ તમને ચાહવા લાગી છે !!
  • તૂટેલા હોય એને શું તોડશો સાહેબ, સાજા તૂટે નહીં એનું ધ્યાન રાખજો !!
  • મળી લો અરસપરસ મન ભરીને, પછી શું ફાયદો પાંપણ ભરીને ?
  • ગઈકાલ પર રડે નહીં ને આવતીકાલથી ડરે નહીં, એ માણસ જિંદગીમાં ક્યારેય પાછો પડે નહીં !!


  • આભને કોઈનો આધાર નથી છતાં એ ઊંચું છે, કારણ કે એ જેટલું ઊંચું છે એટલું ચારે તરફથી ઝુકેલું છે !!
  • ઉદાસ લોકોનું હાસ્ય, સૌથી ખુબસુરત હોય છે !!
  • જે માણસને સમય પારખતાં નથી આવડતું, એ માણસ ગમે એટલો હોંશિયાર હોવા છતાં જીવનમાં ક્યારેય સફળ નથી થતો !!
  • લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી !!
  • ત્યાં સુધી જ તમે ઓળખાશો જ્યાં સુધી તમે કામ આવશો, બાકી તો દીવો સળગાવીને દીવાસળીને ફેંકી જ દેવાય છે ને !!
  • કોઈની જિંદગીમાં મહત્વહીન થઈને રહેવા કરતા, મહત્વપૂર્ણ થઈને એકલા રહી લઈએ !!
  • હું છું ને તારી સાથે બસ કોઈ આટલું કહી દે, તો જિંદગી જીવવાની મજા જ અલગ હોય છે !!
  • અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે !!
  • કોઈક ખાસને મનાવવાનો અવસર મળ્યો હોય તો મનાવી લેજો, કેમકે ઘણી વખત ઘણાને આવા અવસર મળતા પણ નથી !!
  • છોકરીને impress કરતા ભલે ના આવડતું હોય, પણ respect કરતા આવડશે તો impress પણ થઇ જશે !!
  • જીવનમાં જેમને સંતાન સુખ પ્રાપ્ત થયું એ ભાગ્યશાળી છે, પણ જેમને સંતાનથી સુખ પ્રાપ્ત થયું એ સૌભાગ્યશાળી છે !!
  • અંદરથી જાગો ત્યારે જ સાચી સવાર થાય છે, બાકી તો રોજ રાત પછી એક સવાર થાય છે !!
  • વ્યસ્ત વ્યક્તિત્વ તો ઘણા છે જગતમાં, બસ મસ્ત વ્યક્તિત્વ મળવા મુશ્કેલ છે !!
  • હસ્તમેળાપ તો માત્ર પાંચ મિનીટમાં પતી જાય છે, પણ મન મેળાપ થતા આખી જિંદગી નીકળી જાય છે !!
  • દરેક વખતે નસીબનો વાંક ના હોય, ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે ઉભી થાય છે !!
  • સભ્યતાને લીધે મૌન પણ ન રહેવું, જમાનો એને નબળાઈ સમજશે !!
  • સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું, ભાષા શીખવી પડે છે લાગણીની !!
  • જિંદગી જેવી મળે તેવી જીવી લો, મઝા જીવવામાં છે ફરિયાદો કરવામાંનહીં !!


No comments:

Post a Comment