Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Wednesday, 2 January 2019

Gujarati Status Life status and Quotes


Gujarati status માં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો આજે અમે Gujarati Status લઈને આવ્યા છીએ લાઈફ સ્ટેટ્સ એટલે કે જિંદગી સ્ટેટ્સનો ખજાનો.



  • જીવનમાં મોકો મળે ત્યારે સારથી બનવાનો પ્રયત્ન કરજો, સ્વાર્થી નહીં !!
  • જો કોઈ તમારા માટે રડે છે તો તમે નસીબવાળા છો, તમે ક્યારેક એના માટે રડી જોજો એ તમારા માટે કઈ પણ કરી જશે !!
  • કેટલા વિચારો આવે છે એ મહત્વનું નથી, કેવા વિચારો આવે છે એ મહત્વનું છે !!
  • સપના ભલે સુકાં હોય... પાણી તો રોજ તાજું જ છાંટવું !!
  • અમુક વ્યક્તિ સાથે ફક્ત સમય વિતાવવાથી પણ, બધું સારું થઈ જાય છે !!
  • હસતા ચહેરા હંમેશા નિર્દોષ નથી હોતા, મગજમાં કાવતરું ચાલતું હોય ત્યારે પણ ઘણા હસતા દેખાય છે !!
  • લોકોની ટીકા કરવી સહેલી છે, બસ ટેકો કરવો અઘરો છે !!
  • ઘમંડ શરાબ જેવો હોય છે સાહેબ, પોતાની સિવાય બધાને ખબર હોય છે કે આને ચઢી ગયો છે !!
  • સમજદાર લોકોને વસંત સાથે સંબંધ હોય છે, બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે છે !!
  • બધું મગજ યાદ રાખે છે એ ખોટી માન્યતા છે, કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે !!
  • પૈસો ભેગો કરવાથી સિકંદર નથી બનાતું સાહેબ, એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ !!
  • મારું તારું કરનારા લોકો અસ્તિત્વ હારી ગયા, જતુ કરનારા લોકો દુનિયા જીતી ગયા !!
  • જેનું હૃદય વિશાળ હોય છે, તેની પાસે ખુશ રહેવાના કારણ પણ હજાર હોય છે !!
  • માણસની આ નાદાની પણ ખરેખર બેમિસાલ છે, અંધારું હૃદયમાં છે ને દીવો મંદિરમાં જલાવે છે !!
  • વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખરતું સાહેબ, સમય, સંજોગ અને સમાજે ખુબ તબિયતથી ઘા માર્યા હોય છે !!




  • કોઈક અનુભવી પાસેથી શીખીને સારું જીવી લેવું, બધી આપણ ને જ ખબર પડતી હોય એવું અભિમાન ન કરવું !!
  • તમારું મૌન સમજી ના શકે, એ વ્યક્તિ કદાચ તમારા શબ્દોને પણ નહીં સમજે !!
  • એ ખુશી બીજે ક્યાંય નહીં મળે સાહેબ, જે ખુશી માં-બાપને ખુશ જોઇને મળે છે !!
  • જેણે પોતાનો ખરાબ સમય જોયો છે, એ બીજા સાથે કોઈ દિવસ ખરાબ નહીં કરી શકે !!
  • કાલનો દિવસ ગમે તેવો ગયો હોય, આજનો દિવસ તમને ગમે તેવો જાય !!
  • વીરતા વારસામાં અને ખુમારી ખાનદાનીમાં હોય, બાકી એના વાવેતર ના હોય મારા વાલા !!
  • હે પ્રભુ ! ઈચ્છામૃત્યુ ના આપે તો કંઈ નહીં, બની શકે તો મારી ઈચ્છાઓને મૃત્યુ આપજે !!
  • સામેવાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી, એટલે જ તમે ચતુર કહેવાયા એ વાત ભૂલતા નહીં !!
  • ક્યારેક બીજા માટે તમારી ખુશી મૂકી તો જોજો, આવનારી ખુશીનું વ્યાજ બમણું થઈને આવશે !!
  • સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો, તમારી સફળતાથી ખુશ થનારને શોધવાનો હોય છે !!
  • લાગણીઓનું રોકાણ ખોટી જગ્યાએ ના કરતા સાહેબ, આવકમાં તકલીફ સિવાય કાઈ નહીં મળે !!
  • નફરતોને બાળશો તો પ્રેમની રોશની થશે, માણસો તો જ્યારે પણ બળશે એમની તો રાખ જ થશે !!
  • આમ તો દરેક ઘરને સરનામું હોય છે, પણ ગમતા સરનામે ઘર બની જાય એ જીવન છે !!
  • તમે સાચા હો તો સાબિત કરવાની જરૂર નથી, એક દિવસ જગત તમને આપોઆપ સ્વીકારશે !!
  • જમતી વખતે સ્વાદ વિશે ફરિયાદ કરતા પહેલા આપણે, એ લોકો વિશે પણ વિચારવું જોઈએ જેને એક ટંક ખાવાનુયે નસીબમાં નથી !!
  • લીમડાના પાન મેં પણ ચાખ્યા છે, માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે !!
  • અમુક લોકો ભલે ગરીબ હોય છે, પણ દિલથી ખુબ અમીર હોય છે !!
  • એ લોકોની ઈચ્છાઓ કયારેય ના તૂટવી જોઈયે, જેની આખરી ઈચ્છા માત્ર તમે જ હો !!
  • પરાણે હસવા કરતા એકવાર રોઈ લેજો, આવે છે કોણ આંસુ લુછવા એ પણ જોઈ લેજો !!
  • આજે મનની ભૂમિ પર એવા બીજ ન રોપશો, કે કાલે તેની ફસલ કાપતી વખતે આંસુ વહાવવા પડે !!
  • જિંદગીમાં સુખી થવાની એક માત્ર રીત, હસવું, હસાવવું અને હસી કાઢવું !!


  • ખાલી ખિસ્સા લઈને બજારમાં તો નીકળો સાહેબ, કસમથી વહેમ દુર થઇ જશે ઈજ્જત કમાયાનો !!
  • થોડું સંભાળીને રહેજો મિત્રો, ખાલી સિક્કાને જ નહીં વ્યક્તિને પણ બે બાજુ હોય છે !!
  • સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી, એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે !!
  • પ્રયાસ કર્યા વિના હાર માનવી, એના કરતા પ્રયાસ કરીને હારવું વધારે ઉત્તમ છે !!
  • ગુસ્સાની એક ક્ષણ ઉપર જો તમે નિયંત્રણ રાખી શકો, તો પસ્તાવાના સો દિવસ બચાવી શકશો !!
  • આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો કોઈ નથી, એક આંખ તો બતાવો જે ક્યારેય રોઈ નથી !!
  • કોઈને ખોટું ના લાગે એ માટે, કેટલું ખોટું બોલે છે માણસ !!
  • એની પાસે ક્યારેય પાછા ના જાવ જેણે તમને એકવાર છોડી દીધા, જો એ એકવાર છોડી શકે છે તો બીજીવાર છોડતા વિચાર નહિ કરે !!
  • વિચારોની આવક ઓછી હોય ત્યારે, શબ્દોનો બગાડ ના કરવો !!
  • લોકોને તમે કરેલી મહેનતની કોઈ પરવા નથી, લોકોને બસ તમારી સફળતા જ નજરે પડે છે !!
  • જીવનમાં કોઈ તક ગુમાવી દીધી હોય તો આંસુથી આંખ ભીની ના કરવી, કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો જ એ આવનારી બીજી તક જોઈ શકશે !!
  • લોકો પરિશ્રમનું નહીં, પણ પરિણામનું સન્માન કરે છે !!
  • પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય છે, એ જગતનો સૌથી સુખી માણસ છે !!
  • જે માણસને સમય પારખતાં નથી આવડતું, એ ગમે તેટલો હોંશિયાર હોવા છતાં જીવનમાં ક્યારેય સફળ નથી થતો !!
  • માણસાઈના રસ્તે ચાલી જુઓ સાહેબ, રસ્તામાં જરાય ભીડ નહીં મળે !!
  • કોઈને પડતું જોવાની આદત થઇ ગઈ છે લોકોને, નહીંતર લોકો પાણીના ધોધે નહીં નદી કિનારે વધારે જોવા મળે !!
  • અરમાન થોડા ઓછા કરીએ તો, સ્વમાન વેચવાની જરૂર ના પડે !!
  • એક સરસ વાક્ય વાંચવામાં આવ્યુ, આજની સવાર એટલે બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ...
  • લાખ હીરે જડેલા હો ભલે તમે, જીભમાં પણ ખાનદાની જોઈએ !!
  • ખોટેખોટા વહાલ કરતા સાચેસાચું વેર સારું, ભેળસેળિયા અમૃત કરતા ચોખ્ખેચોખ્ખું ઝેર સારું !!
  • જિંદગીમાં અમુક વ્યક્તિ એવા મળે છે, કે પછી તેમની જગ્યા બીજું કોઈ નથી લઇ શકતું !!
  • કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે !!
  • આંખો બંધ થાય એ પહેલા ઉઘડી જાય, તો આખો જન્મારો સુધરી જાય !!
  • એક વૃદ્ધ દાદાએ સરસ વાત કહી, તમે ભેગું કરવા જીવો છો અને અમે ભેગું રહેવા જીવતા હતા !!



No comments:

Post a Comment