Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Monday, 24 December 2018

Good Night status whatsapp and facebook status 4

નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે Good Night Status નો સંગ્રહ 



  • તમારા હોય એને સમજવાની કોશિશ કરજો, પારખવાની ભૂલ નહીં કરતા સાહેબ !! ***શુભ રાત્રી***
  • ઉડવાની હિંમત હોય તો પાંખ ફૂટે, બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે !! ***શુભ રાત્રી***
  • સાચા હોવા છતાં જો કોઈ તમને પસંદ ના કરે તો શોક ના કરવો, કેમ કે એક સમય એવો જરૂર આવશે જયારે એને પસ્તાવું પડશે !! ***શુભ રાત્રી***
  • વ્યસ્ત વ્યક્તિત્વ તો ઘણા છે દુનિયામાં, બસ મસ્ત વ્યક્તિત્વ મળવા મુશ્કેલ છે !! ***શુભ રાત્રી***
  • સારો ખરાબ એકવાર સૌનો સમય આવે છે, હિંમત ના હારે એ જ વ્યક્તિ અહીં તો ફાવે છે !! ***શુભ રાત્રી***
  • શિખામણથી રસ્તા મળતા હશે કદાચ, પણ મંઝીલ તો ભૂલો કરવાથી જ મળે છે !! ***શુભ રાત્રી***
  • ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે વ્હાલા, અહીં તો કોણ મળ્યા એનો આનંદ છે દોસ્ત !! ***શુભ રાત્રી***
  • કાચ તૂટે અને વિખરાઈ જાય એ જ સારું, તિરાડો નથી જીવવા દેતી કે નથી મરવા દેતી !! ***શુભ રાત્રી***
  • જિંદગીનું ગણિત બહુ જ સાચવીને ગણવું જોઈએ, એકાદ બાદબાકીથી બધા સરવાળા શૂન્ય ના થઇ જાય !! ***શુભ રાત્રી***
  • એ વ્યક્તિને ક્યારેય પણ #Hurt ના કરતા, જેનો હેતુ માત્ર તમને #Happy રાખવાનો હોય !! ***શુભ રાત્રી***
  • સાચા માણસ સુધી પહોચતા પહોચતા, બધી લાગણીઓ ખોટા માણસ પાછળ ખર્ચાઈ જાય છે !! ***શુભ રાત્રી***
  • સુખ સવાર જેવું છે, માગો તો નહીં જાગો તો મળે !! ***શુભ રાત્રી***
  • કંઈ વાર ના લાગે અલગ થવામાં, બસ એક થવામાં જ વખત લાગે છે સાહેબ !! ***શુભ રાત્રી***
  • દોસ્તના નામ #Status માં ના હોય વ્હાલા, સાચા દોસ્તની જગ્યા તો દિલમાં હોય છે !! ***શુભ રાત્રી***
  • માણસ પણ દરિયા જેવો હોય છે, કાંઠે છીપલાં ને મોતી તળિયે હોય છે !! ***શુભ રાત્રી***
  • કોઈપણ સંબંધ એકબીજાના વિશ્વાસ કરતા, એકબીજાની સમજણ પર વધારે ટકેલો હોય છે !! ***શુભ રાત્રી***
  • માણસોના પણ દસ્તાવેજ બનવા જરૂરી છે, ઘણીવાર બહારથી આપણો દેખાતો માણસ બીજાનો નીકળે છે !! ***શુભ રાત્રી***
  • સમય સમયની વાત છે વ્હાલા, કાલે જે રંગ હતો આજે એ ડાઘ છે !! ***શુભ રાત્રી***
  • કોઈ મિત્રની ભૂલ થાય તો માફ કરી દેજો સાહેબ, કેમ કે જીભ કચડાય તો કંઈ દાંત તોડવા ના બેસાય !! ***શુભ રાત્રી***
  • સમય અને સંજોગો જ માણસનું ઘડતર કરે છે, બાકી દુનિયામાં બીજાને ક્યાં નવરાશ છે કોઈને ઘડવાની !! ***શુભ રાત્રી***
  • માળી રોજ છોડને પાણી આપે છે પણ ફળો તો માત્ર સિઝનમાં આવે છે, ધીરજ રાખવાનું જરૂરી છે સમય એના પરિણામ જરૂર લાવે છે !! ***શુભ રાત્રી***
  • શતરંજ અને જીંદગીમાં ઘણીવાર હાર એટલા માટે પણ થાય છે, કે આપણે ડ્રો થયેલી બાજી પણ જીતવા માંગતા હોઈએ છીએ !! ***શુભ રાત્રી***
  • વિશ્વાસ મેળવી શકાય છે જો સત્ય બોલતા આવડી જાય, લક્ષ્ય મેળવી શકાય છે જો પુરુષાર્થ કરતા આવડી જાય !! ***શુભ રાત્રી***
  • જિંદગીમાં રડવાનું છોડીને લડવાનું રાખો, તો કોઈ રડાવી નહીં શકે સાહેબ !! ***શુભ રાત્રી***
  • શેરડીમાં પણ જ્યાં ગાંઠ હોય ત્યાં રસ નથી હોતો, જીવનમાં રસ ભોગવવા ગાંઠરહિત સંબંધ બનાવો !! ***શુભ રાત્રી***
  • ભૂલી જવું એ પણ ઉપકાર જ છે ભગવાનનો, નહીંતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે !! ***શુભ રાત્રી***
  • મનમાં ભરીને જો જીવશો સાહેબ, તો મનભરીને ક્યારેય જીવી નહીં શકો !! ***શુભ રાત્રી***
  • તમારા કારણે કોઈના ચહેરા પર સ્મિત આવતું હોય, તો તમારું જીવન ધન્ય છે સાહેબ !! ***શુભ રાત્રી***
  • સંબંધ સમયની મર્યાદાના લીધે નહીં, એકબીજાને જોડી રાખતી લાગણીના અભાવે તૂટે છે !! ***શુભ રાત્રી***
  • પૈસાના અભાવે 1% જગત દુખી છે, પણ સમજના અભાવે 99% જગત દુખી છે !! ***શુભ રાત્રી***
  • ક્યારેક જિંદગી પણ જોકરની જેમ જીવવી પડે છે, દિલમાં દર્દ હોય પણ દુનિયા સામે હસતા રહેવું પડે છે !! ***શુભ રાત્રી***
  • જે પોતાના ખભે હાથ રાખીને ચાલ્યા કરે બોલતા શીખી જાય, એને ક્યારેય કોઈ સામે રોદણાં રોવાની જરૂર નથી પડતી !! ***શુભ રાત્રી***
  • મંદિર કોઈના માટે કંઈ પણ માંગવાની જગ્યા નથી, પરંતુ જેને જે મળ્યું છે તેના માટે આભાર માનવાની જગ્યા છે !! ***શુભ રાત્રી***
  • નિખાલસતા ગઈ અને સાથે ભોળપણ પણ ચાલ્યું ગયું, બસ આમ જ સમજદાર થવામાં બાળપણ ચાલ્યું ગયું !! ***શુભ રાત્રી***
  • અત્યારના લોકો વ્યક્તિના સ્વભાવ કરતા, પૈસા અને તેના હોદ્દાને વધારે માન આપે છે !! ***શુભ રાત્રી***
  • માણસ ઘણુબધું બદલતો રહે છે જિંદગીમાં, પણ અફસોસ કે તે પોતાને નથી બદલતો !! ***શુભ રાત્રી***
  • મોડા બનો તો મોડા પણ કામયાબ બનો સાહેબ, કેમ કે વર્ષો પછી મળીને પણ લોકો ખેરિયત નહીં હેસિયત પૂછશે !! ***શુભ રાત્રી***
  • ઉઠવું નહીં જાગવું મહત્વનું હોય છે સાહેબ, ઉઠે છે તો બધા સવારમાં પણ જાગતું કોઈ નથી !! ***શુભ રાત્રી***
  • જયારે માણસ હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે, ત્યારે સમજી લેવાની કે કાંડાની તાકાત ખતમ થઇ !! ***શુભ રાત્રી***
  • બોલતા પહેલા બે વખત વિચારજો સાહેબ, તમારા બોલેલા શબ્દો કોઈને મારી પણ શકે છે !! ***શુભ રાત્રી***
  • જે પોતાની જાતને ઓળખતા થઇ જાય છે, તેને બીજાઓથી બહુ ફરિયાદ નથી રહેતી !! ***શુભ રાત્રી***
  • એકલા એકલા કામિયાબ થવા કરતા, દોસ્તો સાથે બરબાદ થવું વધું સારું !! ***શુભ રાત્રી***
  • પોતાના #Ego ને બાજુમાં રાખીને, #Sorry કહેવું એ બધાનું કામ નથી !! ***શુભ રાત્રી***
  • ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા, ભાવ ભરેલો સ્વભાવ રાખીશું તો ખુબ ખુશ રહેવાશે !!
  • નામ વગરના સંબધો જ, હંમેશા વધુ એવરેજ આપતા હોય છે !! ***શુભ રાત્રી***
  • એપ્રિલફૂલની સાચી મજા લેવી હોય તો, જરૂરિયાતમંદ લોકોને અચાનક મદદ કરી જુઓ, ઈશ્વરને પણ આનંદ થશે અને તમને પણ !! ***શુભ રાત્રી***
  • મૂડ ઠીક હોય ત્યારે તો સૌ કોઈ વાત કરી લે છે, માણસની સાચી ખબર તો ત્યારે પડે જ્યારે એનો મૂડ ખરાબ હોય !! ***શુભ રાત્રી***
  • દરેક વ્યક્તિમાં કંઇક ગમવા જેવું હોય છે, બસ આપણને એ શોધતા આવડવું જોઈએ !!
  • દીવો જરૂર પ્રગટાવો ભલે ઈશ્વર મળે કે ના મળે, હોઈ શકે દીવાના પ્રકાશથી કોઈ મુસાફરને ઠોકર ના લાગે !! ***શુભ રાત્રી***
  • સાચા સંબંધો તો મુશ્કેલીમાં બને છે, બાકી જલસા હોય તો આખું જગત બાજુમાં જોવા મળે છે !! ***શુભ રાત્રી***
  • પરસેવાની શાહીથી જે લખે છે, સાહેબ એમના નસીબના પન્ના કોરા નથી હોતા !! ***શુભ રાત્રી***
  • અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં જ, આપણને આપણો સાચો પરિચય થતો હોય છે !! ***શુભ રાત્રી***
  • હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે, પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે !! ***શુભ રાત્રી***
  • મોજથી જીવી લેવું સાહેબ કેમ કે રોજ સાંજે સુરજ નહિ, પણ આ અનમોલ જિંદગીનો એક કિમતી દિવસ ઘટી જાય છે !! ***શુભ રાત્રી***
  • ધારદાર મહેનતનો એક જ અંજામ હશે, દુનિયામાં ગુંજતું અમારું પણ નામ હશે !! ***શુભ રાત્રી***
  • સમય ઘણો ઓછો છે દોસ્ત જો કાંઈ કરવું જ હોય ને, તો અત્યારથી જ પરિશ્રમ કરવાનું ચાલુ કરી દયો !! ***શુભ રાત્રી***
  • ગુસ્સાની એક ક્ષણ ઉપર જો તમે નિયંત્રણ રાખી શકો, તો પસ્તાવાના સો દિવસ બચાવી શકશો !! ***શુભ રાત્રી***
  • દુનિયા મને શું આપશે એવું વિચારનારા મેનેજર બને છે, પણ હું દુનિયાને શું આપીશ એવું વિચારનારા લીડર બને છે !! ***શુભ રાત્રી***
  • ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ નથી આપતા, તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતા !! ***શુભ રાત્રી***
  • જ્યાં બધું ખતમ થઈ જાય છે ત્યાંથી જ કંઈક નવી શરૂઆત થતી હોય છે, અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી !! ***શુભ રાત્રી***
  • કોઈના સદગુણ લુંટતા શીખી જાવ તો, વાલિયામાં થી વાલ્મીકી થવું અઘરું નથી !! ***શુભ રાત્રી***
  • પોતાના સપના પુરા કરવા માટે દોડવા માંડો સાહેબ નહીતર, લોકો પોતાના સપના પુરા કરાવવા તમને ભાડે રાખી લેશે !! ***શુભ રાત્રી***
  • વેદના અને સંવેદના બેઉ એકજ કાયાનો હિસ્સો છે, એક શરીરને દુઃખાવે અને એક લાગણીને !! ***શુભ રાત્રી***
  • પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા, પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે !! ***શુભ રાત્રી***
  • પલળવું અને ભીંજાવું ફરક ફક્ત એટલો છે કે, જે જડ છે એ પલળે છે અને જે લાગણીશીલ છે એ જ ભીંજાય છે !! ***શુભ રાત્રી***


No comments:

Post a Comment