Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Monday, 17 December 2018

Gujarati Status Broken Heart status collection 2019


નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ Broken Heart Status નું કલેકશન 



  • બંને ભાગીદાર છીએ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી ત્યારે તમે પણ સ્માઈલ આપી હતી.
  • એક જ ચિંતા હૃદયને કોરી ખાય છે, હું તારો છું તો તું મારી કેમ નહીં.
  • એક જ ચિંતા હૃદયને કોરી ખાય છે, હું તારો છું તો તું મારી કેમ નહીં.
  • માત્ર થોડી પળો વિતાવી છે સાથે આપણે, તું એને સમય કહે છે ને હું એને જિંદગી.
  • સપનામાં તું મારી હકીકત છે, અને હકીકતમાં તું જ મારું સ્વપન છે.
  • પ્રેમ શબ્દની આપણી ખોટી પડી જોડણી, તું સમજી શબ્દ ને હું સમજ્યો લાગણી.
  • છે આ શરીરની હાજરી ત્યાં સુધી તું લાગણી વરસાવી દે, પછી તસ્વીરને લાગણીની કોઈ અસર નથી થતી.
  • કહેવાય છે કે લાગણીની શરુઆત આંખોથી થાય છે, સાચુ માનો તો લાગણીની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે.
  • તારા માટેની મારી ચાહત, ખબર નહીં કેમ તારી સમજની બહાર છે.
  • કોઈ દિવસ ના રડેલા પણ, પ્રેમમાં પડે એટલે રડતા શીખી જાય છે.
  • દિલમાં જેના માટે પ્રેમની ખાણ છે, એ જ મારા પ્રેમથી અજાણ છે.
  • હું આખી રાત જાગુ છું એવા વ્યક્તિ માટે, જેને દિવસના અજવાળામાં પણ મારી યાદ નથી આવતી.
  • તું પોતે જ વિચારજે શું વીતશે તારા પર એ દિવસે, જ્યારે તું ચાહીશ મને મારી જેમ અને હું છોડી દઈશ તને તારી જેમ.
  • રમકડું છું હું એના હાથનું, નારાજ એ થાય છે ને તૂટી હું જઉં છું.
  • તકલીફ તો ત્યારે પડે છે સાહેબ, જ્યારે નસીબમાં નથી હોતી એ જ ગમી જાય છે.
  • તમે મારા હૃદયમાં છો, પણ મારા નસીબમાં કેમ નથી.
  • જિંદગીમાં ભલે હંમેશા સાથે ના રહો, બસ અમને એકલા ના મૂકતા કોઈ દિવસ.
  • આંસુ ત્યારે નથી આવતા જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો, આંસુ ત્યારે આવે છે જ્યારે પોતાને કોઈને પણ બીજાને પામી નથી શકતા.
  • વધારે પડતો પ્રેમ માફક ના આવ્યો કદાચ એમને, મને છોડીને જવાનું બીજું કોઈ કારણ લાગતુ નથી આ સિવાય.
  • કોણ કહે છે કે ફક્ત નફરતમાં જ દર્દ થાય છે, હદથી વધારે લાગણી પણ ઘણી તકલીફ આપે છે.
  • તું જેની પાસે છે એને તારી કદર નથી, અને જેને તારી કદર છે એની પાસે તું નથી.
  • શોધી શકાય તો શોધવી છે મારા શમણાંની એ કબર, દફનાવી દેવા છે એ શબ્દો જે નથી કરતા તારા હૃદયને અસર !!
  • કોઈ વાર મળશે ભગવાન તો ચોક્કસ પૂછીશ, કે હૃદય આપવાનું ખરેખર કારણ શું હતું !!
  • ઘણા લોકો મળ્યા જીંદગીની સફરમાં, પણ એ બધાથી અલગ હતી જે નસીબમાં ના હતી !!
  • નસીબનો એવો તે કેવો આ ખેલ, જે નસીબમાં નથી એનાથી જ થઇ ગયો પ્રેમ !!
  • જે સાચો પ્રેમ કરે છે ને, હૃદય તો એનું જ તૂટે છે !!
  • મને તો પ્રેમ કરતા જ આવડે છે, નફરત કરવાનું શીખવાડવા બદલ તારો આભાર !!
  • મારું ચાલે ને તો હું દરેકના દિલમાં એક દરવાજો નાખી દઉં, જેથી કોઈને જવું હોય તો દિલ ખોલીને જાય તોડીને નહીં !!
  • વીતેલું હોય પોતાના પર તો જ શબ્દો સમજાય, બાકી તો બધાને ખાલી શાયરી જ દેખાય !!
  • મારાથી એક મોટી ભૂલ થઇ ગઈ, જેને કદર જ નહોતી એની સાથે પ્રેમ થઇ ગયો !!
  • પ્રેમ ભલે કોઈ એક સાથે થાય છે, પણ દિલ તૂટ્યા પછી નફરત આખી દુનિયા સાથે થાય છે !!
  • અગર તુ છોડવા માંગે તો કારણ બતાવી દેજે, આમ પણ કારણ વગર સજા ભોગવી રહ્યા છીએ !!
  • એમ તો એ એક જીવનના એ નથી સાથી બન્યા, આમ એનો સાથ જોશો તો ભવોભવ લાગશે !!
  • તારી યાદ આવશે ને ભૂલી નહીં શકું, પણ પાછી તો ક્યારેય નહીં આવું !!
  • ઇનકાર એના હોઠ પર ધ્રુજતો હતો, અમને અમારી વાતનો જવાબ મળી ગયો !!
  • બધું જ જો સારું હોત તો ખરાબનું શું થાત, પ્રેમ જો સાચો જ હોત તો શરાબનું શું થાત !!
  • જ્યારે તું પહેલી વાર મારી સામું જોઇને હસી હતી, ત્યારથી જ મને ખબર હતી કે તું મને એક દિવસ રડાવીશ જ !!
  • વર્ષો સુધી મારી આંખ અેમને જોવા તરસી, પ્રાણ ગયા ત્યારે અે મારા બેસણામાં વરસી !!
  • ભૂલી જઈશ તું મારી લાગણીઓને હસતાંહસતાં, ને સદાય તું યાદ આવતી રહીશ મને અમસ્તા અમસ્તા !!
  • જિંદગીભરના આંસુ એ, પ્રેમની સૌથી છેલ્લી ભેટ છે !!
  • કદાચ તું નહીં સમજી શકે મારા પ્રેમને, કેમ કે પ્રેમને સમજવા પણ પ્રેમ તો કરવો જ પડે છે !!
  • કેટલું અઘરું છે એ માણસને ભૂલવાનું, જેમની સાથે તમે આખી જિંદગી જીવવાના સપના જોયા હોય !!
  • નિર્દોષ લાગણીઓ ત્યાં જ નમી જાય છે, નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે !!
  • પ્રેમ કર્યો છે કોઈ સોદો નહીં, કેમ કરીને ભૂલી શકું ?
  • ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો હશે ? મને તો લાગે છે માણસની જેમ એનેય કોઈ વાયદો કરી ગયું હશે !!
  • અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે, અને હૃદયની વેદના સમજાવવા ક્યારેક ઘાયલ થવું પડે !!
  • પ્રેમ તો ઘણો હતો આપણી વચ્ચે, બસ સમજણ ઓછી પડી સાથે રહેવા માટે !!
  • ઘણીવાર તમારે માની લેવું પડે છે કે, કોઈ વ્યક્તિ તમારા દિલમાં રહી શકે છે જિંદગીમાં નહીં !!
  • અડપલા કોઈ દિલ સાથે કરી ગયું, અમે કેસ કિસ્મત પર કરી બેઠા !!
  • તું તો જીવી લઈશ મારા વગર, પણ વિચાર મારું શું થશે તારા વગર !!
  • મારાથી એક અપરાધ થઇ ગયો, જેને કદર ન હતી તેની સાથે જ પ્રેમ થઇ ગયો !!
  • અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે, તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઇ જાય છે !!
  • હું તને આ જન્મમાં પામી શકું એ શક્ય નથી, તો હું તને આવતા જન્મ સુધી ભૂલી શકું એ પણ શક્ય નથી !!
  • તમને જોઈને અમે સમય ભૂલી ગયા, તમે સમય જોઈને અમને ભૂલી ગયા !!
  • મનને બદલી શકાય છે સાહેબ, મનમાં હોય તેને નથી બદલી શકાતું !!
  • પત્તો ના મળે તો નકશામાં શોધું, પણ તારા મનની વાતો ક્યાંથી શોધું ?
  • તારું અને મારું સરનામું મળે એમ નથી, છતાં કોઈ શોધે તારામાં અને હું ના મળું એમ પણ નથી !!
  • જિંદગી રોજ રડતા રડતા કહે છે મને, ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર !!
  • જે દિલમાં ધડકતા હોય છે, આંખોથી પણ એ જ ટપકતા હોય છે !!


No comments:

Post a Comment