Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Tuesday, 18 December 2018

Gujarati Status Broken Heart status collection 2019 for Whatsapp and Facebook






નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું Gujarati Status મા આજે નવા સ્ટેટ્સનું કલેકશન લઈને આવ્યા છીએ...




  • જરૂરી નથી કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય, દિલ તોડવાવાળા પણ ગજબના યાદ રહે છે !!
  • છલકાયેલા આંસુઓનો એમાં ભાર છે, ને ફીદા છે લોકો કે આંખો કેટલી પાણીદાર છે !!
  • પ્રેમ તો બધાને થાય છે જિંદગીમાં એકવાર, પણ જેની માયા લાગી જાય એનો સાથ જ જિંદગીભર નથી મળતો !!
  • એને તોડેલા દરેક સપનાને સાચવીને જીવું છું, કેમ તોડ્યા હશે સપના એ વિચારીને રોજ મરું છું !!
  • તું એટલે..... મારા માટે ન બનેલું મારું નસીબ !!
  • જગત શું જાણે રાધાએ શું ખોયું હશે, છાને ખૂણે કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે !!
  • ચાલ મારી લાગણી પણ દાવ પર લગાડું, હારવા જેવું હવે કંઈ જ બાકી રહ્યું નથી !!
  • આટલી ઉતાવળ ન કર મારાથી અલગ થવાની, તારે મારી આંખોથી નહીં દિલથી દુર થવું પડશે !!
  • એટલો ઓછો પ્રેમ નહોતો કર્યો, કે તને ભૂલી શકું !!
  • છે કોઈ એવું હોકાયંત્ર, જે કોઈના દિલમાં ભૂલા પડેલાને સાચો રસ્તો બતાવે !!
  • ભીની પાંપણ નિશાની હોય છે કોઈકનાં ભરપૂર પ્રેમની, એકાંતમાં આવતા આંસુ ક્યારેય ખૂશીના નથી હોતા !!
  • નારાજગી તો ઘણી છે તારી પર, પણ તને ભૂલવાનો વિચાર આ દિલને ક્યારેય નહી આવે !!
  • ભ્રમ હતો મારો કે હું એના માટે ખાસ છું, ભાંગ્યો એ ભ્રમ માટે હું ઉદાસ છું !!
  • કેટલો પ્રેમ મળ્યો બધાથી, પણ જેનાથી ઇચ્છ્યો એનાથી જ ના મળ્યો !!
  • બગાડી લે તું મોઢું જેટલું બગાડવું હોય, પણ સુંદર તો તું હસતી હોય ત્યારે જ લાગે છે !!
  • તમે કોઈનું દિલ ત્યાં સુધી જ દુખાવી શકો છો, જ્યાં સુધી એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે !!
  • પ્રેમમાં હંમેશા એવું જ થાય છે, એક વાત કરવા તરસતું હોય અને બીજાને એની કદર પણ ના હોય !!
  • નથી મળ્યું કોઈ તમારા જેવું આજ સુધી, પણ તકલીફ એ છે કે તમે પણ ના મળ્યા !!
  • એક ખૂબસુરત સંબંધ આમ જ તૂટી ગયો, જ્યારે એમને ખબર પડી કે અમને એમનાથી પ્રેમ થઇ ગયો !!
  • મિત્રતા હતી ત્યાં સુધી સારું હતું, દિલ વચ્ચે આવ્યું ને આપણે છુટા પડ્યા !!
  • કિસ્મત સમજીને અપનાવ્યો હતો તને, ખબર નહોતી કે કિસ્મત બદલતા વાર નથી લાગતી !!
  • પ્રેમ છે એટલે જ અધુરો રહી ગયો, બાકી હવસ હોત તો ક્યારની પૂરી કરી લીધી હોત !!
  • માંગીને મળી જતો હોત જો પ્રેમ, તો આ દુનિયામાં કોઈ એકલું ના હોત મારી જેમ !!
  • મને ક્યાંથી આવડવાનું લોકોનું દિલ જીતતા, હું તો મારું દિલ પણ હારી બેઠી છું !!
  • તને હક્ક છે મને ભૂલી જવાનો, કેમ કે તું એક છે અને તારી પાસે મારી જેવા હજારો છે !!
  • ખુશ્બુ છું હવામાં અને આંખોમાં તેજ છું, બદલી ગયા છો તમે હું તો એનો એ જ છું !!
  • જેની માટે મેસેજ કરી કરીને હાથ દુખાડો છો, છેલ્લે એ જ લોકો આપણું દિલ દુખાડે છે !!
  • મન ભરાઈ જાય એટલે ના ગમવાના બહાના મળી જતા હોય છે, રમકડા હોય કે પ્રેમ !!
  • પ્રેમ તો એક જુગારની રમત છે સાહેબ, જેની લાગણી સાચી હોય એની હાર પાક્કી !!
  • લાગણીઓને પગ તો નથી સાહેબ, છતાં મેં તેને ઠેશ વાગતા જોઈ છે !!
  • જિંદગી તો મારી પણ જોરદાર હતી સાહેબ, આ તો કોઈ પર મુકેલા વિશ્વાસે વેર વિખેર કરી નાખી !!
  • તારી સાથે રહેવાની નહીં, તારી સાથે જીવવાની વાત હતી !!
  • ત્યારે ઓનલાઈન રહેવાનું પણ ગમતું નથી, જ્યારે મનગમતી વ્યક્તિ ઓફલાઈન હોય !!
  • મારા ના થઇ શકો તો કંઇક એવું કરી દો, જેવો હતો હું પહેલા બસ ફીથી મને એવો કરી દો !!
  • કળિયુગનો પ્રેમ પણ સમજદાર થઇ ગયો છે, રંગ, રૂપ અને રોકડા જોઇને જ આગળ વધે છે !!
  • એક વાતનો જવાબ હજી સુધી નથી મળ્યો મને, એવી તો શું કમી હશે મારામાં કે એમને મારાથી પ્રેમ ના થયો !!
  • હું કહી નથી શકતો અને એ મને સમજી નથી શકતા, એટલે અમારો પ્રેમ અધુરો છે !!
  • બસ નસીબથી હારી ગયા સાહેબ, બાકી મોહબ્બત તો બંનેની સાચી જ હતી !!
  • ક્યારેક વિચારીને રોવાઇ જાય છે, પ્રેમ ના કર્યો હોત તો સારું હોત !!
  • હૃદય અને ભાગ્યને ક્યારેય નથી બનતું, કેમ કે જે હૃદયમાં હોય છે એ ભાગ્યમાં નથી હોતા !!
  • લોકો કહે છે કે સમજો તો ખામોશી પણ બોલે છે, હું ઘણા સમયથી ખામોશ છું અને એ વર્ષોથી બેખબર છે !!
  • લોકો મારા શબ્દોથી જ ઘાયલ થતા જાય છે, તું જ વિચાર કે તે મને કેટલી ઘાયલ કરી હશે !!
  • અમારી કદર એને એકલતામાં થશે, અત્યારે તો એમની પાસે ઘણા લોકો છે વાતો કરવા માટે !!
  • કાશ કે કોઈ મને પણ એવું મળી જાય, જે મને ગુમાવવાના વિચારથી પણ ડરી જાય !!
  • મેસેજથી વાતની શરૂઆત તો કોઈપણ કરે, તકલીફ એ છે કે છેલ્લે આવજો કોણ કહે !!
  • નફરતનો દરિયો તો અમે હસીને પાર કરી ગયા સાહેબ, પણ અમને તો લાગણીના ખાબોચિયાએ ડુબાડ્યા છે !!
  • બેશક ખુબસુરતી એના ચહેરા પર આજે પણ છે, પણ ચહેરા પર એ મુસ્કાન નથી જે ક્યારેક અમે લાવ્યા કરતા !!
  • ઘણું બધું કહેવું હતું તમને, પણ ક્યારેક શબ્દો ના મળ્યા તો ક્યારેક તમે ના મળ્યા !!
  • મારે પણ એલાન કરવું હતું મારા પ્રેમનું, પણ ખરા સમયે તારા હૃદયમાં આચાર સંહિતા લાગુ થઇ ગઈ !!
  • સૌથી વધારે ખરાબ ત્યારે લાગે, જ્યારે તમે જેના માટે રડો એને કોઈ ફર્ક ના પડે !!
  • શોધી શકાય તો શોધવી છે મારા સમણાની એ કબર, દફનાવી દેવા છે એ શબ્દો જે નથી કરતા તારા હૃદયને અસર !!
  • તકલીફ તો કાનાને પણ પડી હતી, જ્યારે નસીબમાં ન હતી એ રાધા ગમી હતી !!
  • ક્યારેક ક્યારેક એવું મન થઇ આવે છે, કે આપણા સંબંધનું નામ પ્રેમ બદલીને દર્દ રાખી દઉં !!
  • તારો પ્રેમ પણ સરકારી કામકાજ જેવો છે, ક્યાં કોઈ દિવસ આગળ વધે છે !!
  • તું જો છોડવા માંગે તો કારણ પણ બતાવી દેજે, આમ પણ કારણ વગર ઘણી સજા ભોગવી રહ્યા છીએ અમે !!
  • એ પ્રેમ પણ શું કામનો, જેમાં ખુશી ના હોય !!
  • પ્રેમની લાગણીઓ આંખમાં ભરાઈ ગઈ, મુખ હસતું રહ્યું ને પાંપણો છલકાઈ ગઈ !!
  • દરેક વખતે પ્રેમમાં હારી જાવ છું, સમજાતું નથી માણસ છું કે પછી પાકિસ્તાન !!


No comments:

Post a Comment